________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ધનસુખલાલ કૃણુલાલ મહેતા
એઓ જાતે વાલ્મિકી કાયસ્થ અને સુરતના વતની છે. એમને જન્મ કાઠિયાવાડમાં વઢવાણ ગામે તા. ૨૦ મી ઓકટોબર ૧૮૯૦ ના રોજ થયો હતો. એમના પિતાનું નામ કૃષ્ણલાલ ગોવિંદદાસ મહેતા, જેઓ ઝાલાવાડ પ્રાંતમાં ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર હતા અને પાછળથી ત્રણ વર્ષ પાલીતાણમાં નાયબ દિવાન નિમાયા હતા. તેમનું મૃત્યુ ૧૯૧૦ની સાલમાં થયું હતું. માતાનું નામ સૌ. કપિલાગૌરી હતું, જેઓ ૧૯૦૪ માં મરણ પામ્યાં. એમના મોટાભાઈ રા. જયસુખલાલ મહેતા મુંબઈની ધી ઈડીઅન મર્ચન્ટસ ચુંબરના સેક્રેટરી છે અને સ્વ. રણજીતરામ વાવાભાઇ મહેતા તેમના મામા થાય.
મેટ્રીકયુલેશન સુધીનો અભ્યાસ કર્યા પછી, નાદુરસ્ત તબીયતને લીધે તેમને અભ્યાસ છોડી દેવો પડ્યો અને વિકટોરિયા જ્યુબીલી ટેકનીકલ ઇન્સ્ટીટયુટમાં ચાર વર્ષના અભ્યાસ પછી ઇલેકટ્રીકલ એનજીનીયરની એલ ઈ. ઈને ડીપ્લોમા તેમણે મેળવ્યો. તેમાં પણ તેમની તબીયત ચાલી નહિં એથી એમને એ લાઈન બદલવી પડી છે. હાલમાં તેઓ સીંધીઆ ટીમ નેવિગેશન કંપનીમાં નોકરી કરે છે.
શિષ્ટ અંગ્રેજી પુસ્તકોના ભાષાંતર કરવાથી ભાષા ઉપર સારો કાબુ આવશે એવી સુચના એમના મામાની થઈ; તે ઉપરથી એમણે સર આરથર કૈનન ડોઈલના જગવિખ્યાત શેરલૅક હોમ્સના ત્રણ પુસ્તકોના સરલ ભાષાંતર તૈયાર કર્યો. ૧૯૦૮ ની સાલથી તેમના લેખે પ્રકટ થવા માંડેલા. જાણીતા બેલજીઅન કવિ મેટરલિંકના ત્રણ નિબંધેનું ભાષાંતર કરવા માટે એમને શ્રી ફાર્બસ સભા તરફથી રૂ. ૨૫૦) નું પારિતોષિક મળ્યું હતું. આ નાનકડું પુસ્તક “મેટરલિંકના નિબંધે વિદ્વાનેમાં સારો આદર પામ્યું હતું અને “નવજીવન અને સત્ય” માં એની સમાલોચના કરતાં તેના તંત્રી શ્રી ઇદુલાલ યાજ્ઞિકે લખ્યું હતું કેઃ
“ અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે આ અતિશય વિરલ અને ગહન પુસ્તકનું ભાષાંતર કરવામાં રા.ધનસુખલાલે જે વિજય મેળવ્યો છે તેની કેાઈ પણ ભાષાંતરકાર અદેખાઈ કરી શકે. અમે આગળ જઈને કહીશું કે આ નિબંધેની અગાધ ફિલસુફી અને ઉંડા અનુભવને આપણું પ્રમાણમાં કંગાળ ભાષામાં ઉતારતાં તેમણે એક પાસ શબ્દો અને શૈલીનું અવનવું લાલિત્ય દાખવ્યું છે અને બીજી પાસ તેમણે પિતે કૈક નવો યશ સંપાદન કર્યો છે. આ ભાષાંતરના વખાણ કરવામાં સંયમ રાખવો એ ખરેખર મુશ્કેલ છે.”