________________
જેઠાલાલ ગોરધનદાસ શાહ
જેઠાલાલ ગોરધનદાસ શાહ
જ્ઞાતિએ દશા મેઢ માંડલીઆ વાણુઓ; વતન ખંભાત; અને જન્મ ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના ઉબેર ગામમાં તા. ૧૦ મી ઑકટોબર ૧૮૯૩ ના રોજ થયો હતો. જન્મભૂમિમાં ગુજરાતી સાત ધોરણને અભ્યાસ કરેલો અને માધ્યમિક અને ઉંચી કેળવણી અમદાવાદમાં વસ્ય બોર્ડિંગમાં રહીને મેળવેલી. સન ૧૯૧૭ માં બી. એ; ની પરીક્ષા નર્સ સહિત પાસ કરી અને સન ૧૯૨૩ માં એમ. એ; ની પદ્ધી આનસંસહિત મેળવી. અત્યારે તેઓ અમદાવાદના લાલશંકર ગુજરાતી મહિલા પાઠશાળામાં અધ્યાપક છે. કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારથી લેખનવાચનનો શેખ અને ખાસકરીને ભક્તિ સાહિત્ય પ્રતિ વિશેષ રૂચિ. એમનો પ્રથમ લેખ ભેજા કવિ વિષે સન ૧૯૧૮ માં બુદ્ધિપ્રકાશ' માં પ્રસિદ્ધ થયો હતો. એમના પ્રિય વિષયો તત્ત્વજ્ઞાન અને તેમાંય શુદ્ધાદ્વૈત અને અલંકારશાસ્ત્ર છે. વલ્લભ સંપ્રદાયના સાહિત્યને પ્રકાશમાં આણવાને એમણે સ્તુતિપાત્ર યત્ન સેવ્યો છે. અત્યારસુધી એ સાહિત્ય પ્રાથમિક અવસ્થામાં હતું; પણ એમણે પુષ્ટિમાર્ગ એટલે શું? તત્ત્વદીપ નિબંધ, સુબોધિની ત્રણ ખંડમાં, અનુભાષ્ય, રસેશ શ્રીકૃષ્ણ, બસે બાવન વૈષ્ણવોની વાતો વગેરે પુસ્તક રચીને એ સંપ્રદાયની કિમતી સેવા બજાવી છે; અને તે પણ કોઈ પણ પ્રકારના અંગત લાભ અર્થ નહિ પણ સંપ્રદાય પ્રતિની લાગણી અને સેવાભાવથી. એમની એ સેવા બદલ અમદાવાદ વણવ મહાસભા દ્વારા ચીમનલાલ રણછોડદાસ પારેખ સુવર્ણચંદ્રક સન ૧૯૨૯માં એમને અર્પણ કરવામાં આવ્યો હતો. વળી યુનિવર્સિટી તરફનું નારાયણ પરમાનંદ ઈનામ રૂ.ર૦૦) છે અને બાલકૃષ્ણ પારિતોષિક રૂ.૧પ૦) નું એમણે મેળવેલાં છે. તેમની સાહિત્ય સેવા બદલ ગોધરાના વૈષ્ણવ મંડળ તરફથી એક માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. તેઓ એક ઉંચી કેટીના અભ્યાસી અને લેખક છેઃ ગુ. વ. સોસાઈટી તરફથી દયારામકૃત રસિક વલ્લભ જરૂરી નોટસ પોદ્દઘાત સાથે એડિટ કરી આપવાનું એમને સંપાયું છે.
એમના ગ્રંથની યાદી ૧ પુષ્ટિમાર્ગ એટલે શું?
(સ. ૧૯૮૦) ૨ તત્ત્વદીપ નિબંધ
(૧૯૮૧) બબાવન વૈષ્ણવની વાર્તા.
(૧૯૮૨)
L૮૫