SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ચન્દ્રશંકર નર્મદાશંકર પંડયા ચન્દ્રશંકર નર્મદાશંકર પંડયા, બી. એ., એલ એલ. બી, ઍડકેટ, હાઈકોટ. એઓ નડિઆદના વતની છે અને જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ છે. હેમનો જન્મ નડિઆદમાં વડનગરા નાગર બ્રાહ્મણ કુટુમ્બમાં વિ. સં. ૧૯૪૦ ના પેક કૃષ્ણ ૮ મી, ઈ. સ. ૧૮૮૪ ના ન્યૂનની ૧૬ મી ને, સેમવારે થયો હતે. હેમનું કુટુમ્બ નડિયાદની નાગરી નાતમાં એક પ્રતિછિત અને શ્રીમંત કુટુમ્બ ગણાય છે. હેમના દાદા મણિશંકર ગિરિજાશંકર પંડયાની તથા હેમના પિતા નર્મદાશંકર મણિશંકર પંડયાની ગામમાં તથા નાતમાં સારી પ્રતિષ્ઠા હતી અને તેઓ બને અનેકને સલાહનું સ્થાન હતા. હેમનાં માતુશ્રી જતનલક્ષ્મી સાક્ષરશ્રી દોલતરામ કૃપારામ પંડયાના શબ્દમાં “હાલની વેલ” સમ હતાં અને ગામમાશી તરીકે સેવામય જીવન ગાળતાં. રા. ચન્દ્રશંકરને એમના પિતા તરફથી વારસામાં શાણપણ અને કાર્યકુશલતા મળ્યાં છે તે એમનાં માતા તરફથી હાલસોયો સ્વભાવ અને સેવાપરાયણતા મળ્યાં છે. બાળપણથી જ તેઓ જ્યાં જાય ત્યાં ભાત પાડે એવા પાણીદાર હતા. તેઓ નવું નવું જાણવામાં તેમ રમવામાં બન્નેમાં એકકો હતા. તેથી “ફૂલીયા જમાદાર” નામે ઓળખાતા. હાનપણમાં બહુ તોફાની અને રમતીયાળ હતા. ગુજરાતી તથા અંગ્રેજી અભ્યાસ નડિઆદમાં જ કર્યો હતે. એઓ મૅટ્રિક્યુલેશન કલાસમાં સુપ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી શ્રીયુત કમલાશંકર પ્રાણશંકર ત્રિવેદીના પ્રિય પટ્ટશિષ્ય હતા તેમજ હેમના શિક્ષકો અને સહાધ્યાયીઓને પ્રેમ પણ સંપાદન કરેલ. એમનું લગ્ન ઈ. સ. ૧૮૯૬માં કાદંબરીના અનુવાદક સાક્ષર શ્રી છગનલાલ હરિલાલ પંડયાનાં છ પુત્રી શ્રીમતી વસન્તબા સાથે થયું હતું. માતલપક્ષમાં શ્રીયુત ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી શ્રીમતી વસન્તબાના મામા થાય. ગોવર્ધનરામભાઈએ “સરસ્વતીચન્દ્ર”ના તૃતીય ભાગને અર્પણ પિતાનાં દ્વિતીય ભગિની સૌ. સમર્થલક્ષ્મીની સ્મૃતિને કરેલું છે. આ સંગોમાં આશ્ચર્ય નથી કે શ્રીમતી વસન્તબા સંસ્કારી હોય. રા. ચન્દ્રશંકરને અને શ્રીમતી વસન્તબાને વિવાહ બને પિતપોતાની માતાના ઉદરમાં ગર્ભ રૂપે હતાં ત્યારે તાત્કાલીન પદ્ધતિ પ્રમાણે થયું હતું. બન્ને બાળપણથી ૫૩
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy