SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી એટલાજ એજસ્વી અને આકષ ક થઇ પડે છે. સાહિત્ય સેવા માટેની ધગશ એમનામાં ન્હાનપણથી ઉછાળા મારતી હતી. અભ્યાસ પૂરા થતાંજ, પાતે એક જ્ઞાતિમાસિક કાઢેલું, નવજીવન અને સત્ય’ તેમ બ્યંગ ઇન્ડિયા' અઠવાડિકના સહતંત્રી નિમાયલા. વળી સુરતમાં મળેલી જ્ઞાતિ માસિકાના તંત્રીઓની પરિષદમાં, એમની ખાસ સૂચનાથી જ્ઞાતિ વાર્ષિક નામનું એક પુસ્તક કાઢવાને ઠરાવ થયલેા, જેના એ અંકા પ્રકટ થયા હતા. પણ એ બધામાં એમની ખ્યાતિ “ગુજરાત”ના તંત્રી તરીકે વિશેષ જાણીતી છે, અને ગુજરાતી માસિક્રેામાં વીસમી સદી' પછી તેનું સ્થાન લઇ, એક સચિત્ર માસિક તરીકે જે સ્થાન અને પ્રતિષ્ઠા તેણે મેળવ્યાં છે તે તેના તંત્રો માટે મગરૂર થવા જેવું અને ગૌરવભર્યું છે. સન ૧૯૨૨ માં એમણે મુંબાઇમાં સાહિત્ય સંસદ્ સ્થાપી, ગુજરાતી સાહિત્યમાં એક નવીન અને પ્રબળ શક્તિ દાખલ કરી છે; તે પ્રવૃત્તિ કેટલી ફળવતી, રસાળ અને ઉપયેાગી નિવડી છે, એ વિષે અન્ય કાઇના અભિપ્રાય કરતાં, એનું કાય અને એના ગ્રંથેાજ પુરતા ઉત્તર આપશે. આઠમી સાહિત્ય પરિષદ મુંબાઇમાં સંસદ્ તરફથી નાત પછી, તે સાહિત્ય પરિષદની પ્રવૃત્તિ સાથે એકમેક થઇ રહેલા છે. નવું પિરષદ મંડળ એટલે મુનશી, જેમ ભડાળ કમિટી એટલે પ્રેા. બળવંતરામ હાર્કાર. એ અરસામાંજ એમણે જુની પ્રણાલિકા તાડી, શ્રીમતી લીલાવતી સાથે લગ્ન કર્યું હતું. સમાજમાં એ લગ્ને જેમ પરિવર્ત્તન કર્યું છે તેમ સાહિત્યસૃષ્ટિમાં એ જોડું લાંખે। સમય સુધી અજોડ રહેશે. સાહિત્ય અને સમાજ સુધારાની પેઠે કેળવણી અને રાજકીય વિષયેામાં પણ એમના હિસ્સા થાડે! નથી. મુંબાઇ યુનિવર્સિટીમાં તે અત્યારે મુખ્ય કાય કતાં-સિન્ડીક છે અને ધારાસભામાં પણ યુનિવરસિટિના પ્રતિનિધિ તરીકે એમણે પેાતાના વ્યક્તિત્વથી ઉત્તમ છાપ પાડેલી છે. ખારડાલી સત્યાગ્રહની લડતમાં અણીના વખતે જોડાઈ, એ લડતને જેમ ઝોક આપ્યા હતા તેમ ચાલુ સીવીલ ડિસએબીડિઅન્સ-સત્યાગ્રહની લડતમાં મહાત્માની પડખે ઉભા રહી પુરા સાથ આપવાની તેએ શરૂઆત કરતા હતા, એટલામાં સરકારે એમને પકડી લઇ, છ માસની સજા કરી છે, એ પણ વિધિની અગમ્ય લીલા છે. ૩૬
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy