SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦. પરિછેદ ર પાસે જે કંઈ છે તેનું, તેમજ જે વસ્તુઓ અને લોકેનું આપણે પહેલાં વર્ણન કરી ગયા તેમના રક્ષણાર્થે એ લશ્કર ચડાઈ કરનારાઓ સામે જશે અને લડશે. તેણે કહ્યું : શા માટે ? શું તેઓ પિતાનું રક્ષણ કરવાને સમર્થ નથી ? મેં કહ્યું? ના–આપણે જ્યારે રાજ્ય ઘડવા બેઠા ત્યારે જે સિદ્ધાન્તને આપણે બધાએ સ્વીકાર કર્યો હતો એ ખરે હોય તે–ના. તમને યાદ હશે કે એક માણસ વધારે કળાઓમાં પ્રવૃત્તિ કરવા જતાં ફહિમંદ ન થઈ શકે એ સિદ્ધાન્ત હતો.* તેણે કહ્યું : સાવ સાચું. (ર) પણ લડાઈ શું કળા નથી ? અવશ્ય છે. અને મોચીની કળામાં જેટલું ધ્યાન આપવું પડે એટલે એમાં પણ આવશ્યક છે, ખરું ને ? તદ્દન ખરું. અને આપણે સારા જોડા તૈયાર કરાવી શકીએ એ માટે આપણે મેચીને ખેડૂત અથવા વણકર કે કડિ થવાની રજા આપી નહતી, પરંતુ એને અને બીજા દરેક કારીગરને, જે કામને માટે સ્વભાવથી એ યોગ્ય હતો એ જ એક કામ એને સોંપવામાં આવ્યું હતું, અને આખી જીંદગી (T) બીજું કંઈ નહિ, પણ એ જ કામ તેણે કર્યા કરવાનું હતું; (એને) જે કઈ તક મળે, એ તેણે ગુમાવવાની નહોતી, કારણ, તો જ એ એક સારે કારીગર થઈ શકે. હવે સૈનિકનું કામ સારી રીતે થવું જોઈએ—એના કરતાં બીજી કોઈ પણ બાબત વધારે મહત્ત્વની ન હોઈ શકે. પરંતુ, જેણે નાનપણથી જ બીજી બધી વસ્તુઓ છોડી દઈને પાસાની તથા વાઘબકરીની રમતનું સેવન ન કર્યું હોય, પણ જે માત્ર આનંદ મેળવવા ખાતર x સરખાવો ૪૪૩. વરુ
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy