________________
“ધર્મ' શબ્દને ઉપયોગ કર્યો છે. અને ખરી રીતે જોતાં આપણા ધર્મ શબ્દમાં અંગ્રેજી Function, Duty, Moral obligation, Harmony, Religious Experience eyall zafal 7471021 થાય છે. તેવો જ ગ્રીક શબ્દ “ Dikas un e” છે. આ પ્રમાણે બીજા ઘણા શબ્દોનો અર્થ ગુજરાતીમાં કાયમ રહે તે રીતે અંગ્રેજી ભાષાન્તરને જરા બાજુ પર રાખીને મેં ગુજરાતી શબ્દો વાપર્યા છે. આખા પુસ્તકનું મૂળ ગ્રીક હું જોઈ શકું એમ નથી, પરંતુ યુરોપીય વિદ્વાનોએ Plato's Republic નું પૃથક્કરણ કરતાં જે પુસ્તક લખ્યાં છે, તેમાંથી ગ્રીક શબ્દોના અર્થ સમજીને મેં ગુજરાતી પારિભાષિક શબ્દ લીધા છે.
મૂળ ગ્રીક પુસ્તકમાં પરિચ્છેદ નહોતા, પણ તે પાછળથી પાડવામાં આવ્યા છે. જે મૂળ આધારભૂત આવૃત્તિ ગણાય છે તેમાં માત્ર કલમે છે, અને તે પ્રસ્તુત ભાષાન્તરમાં પણ મેં રાખી છે. ઉ. ત. “પ્લેટનું આદર્શ નગર ની શરૂઆત ૩૨૭ મી કલમથી થાય છે અને દરેક કલમના ૩, ૨, ૩, ૪, ઉં, એવા પાંચ વિભાગે કરવામાં આવ્યા છે. આ રીતે સામાન્ય પૃષ્ઠક ઉપરાંત દરેક પૃષ્ટને મથાળે પરિચ્છેદ અને કલમ પણ આપવામાં આવ્યાં છે.
ભાષાન્તરમાં પ્રત્યેક પરિચછેદમાં ભિન્ન ભિન્ન મુદ્દાઓનું પૃથક્કરણ તથા નોંધ આપેલાં છે. અંગ્રેજી ભાષાન્તરમાં જે નેધે છે તે ક્રમાંકથી આપેલી છે, અને ગુજરાતી ભાષાન્તરમાં વિષયને સ્કુટ કરવા જે વધારાનાં ટીપણ આપ્યાં છે, તે ચિહ્નો દ્વારા દર્શાવેલાં છે. ભાષાન્તર કરતી વખતે શબ્દોને વળગી રહેવાને ખાસ પ્રયત્ન કર્યો નથી, તેમ બહુ છુટ પણ લીધી નથી, પરંતુ જે અર્થ અભિપ્રેત હોય તે ગુજરાતી ભાષામાં સારી રીતે વ્યક્ત થઈ શકે તે રીતે મૂળને વળગી રહીને ભાષાન્તર કર્યું છે. ગ્રંથને અંગ્રેજીમાંથી આપણી ભાષામાં લાવતાં અમુક જગાએ અર્થને સ્કુટ કરવા શબ્દો કે નાનાં વાક્યો ઉમેરવા પડળ્યાં છે, તે નાના