________________
આપણે વાત કરતા હતા તે રાજ્ય અત્યંત સહેલાઈથી અને વહેલામાં વહેલી તકે સુખ પ્રાપ્ત કરશે.” વિતંડાવાદમાં ફસાયા વગર ત્રીસ વર્ષ પછીનાં પાંચ વર્ષ શુદ્ધ ફિલસૂફીના ઊંડા અભ્યાસમાં ગાળવાનાં છે, અને તેમાં પારંગત થયા પછી પાંત્રીસ વર્ષ પછીનાં પંદર વર્ષ તેમણે હરકોઈ પ્રકારની નોકરી કે સેવા કરવાની છે, અને પચાસ વર્ષની ઉંમર થયા પછી જ જેમણે પ્રત્યેક વિષયમાં અને દરેક કામમાં નામના મેળવી હોય તેમને જ શાસનકર્તાને સ્થાને નીમવામાં આવશે.
ટોના આદર્શનગરના શાસનકર્તા થવા માટે પચ્ચાસ વર્ષની ઉંમર કંઈ બહુ મેરી ન કહેવાય.
(* ૨૩) અનિષ્ટ પ્રકારનાં રાજ્યબંધારણે ઉપર કહ્યું તેવું સર્વશ્રેષ્ઠ ઈષ્ટ રાજ્યબંધારણ એક જ હોઈ શકે, - પરંતુ અનિષ્ટના પ્રકાર અનેક છે. ગ્રીક ફિલસૂફીમાં એક અને અનેક, નિત્ય અને પરિણામી, સમચોરસ અને ગોળ –– એવાં કંઠોમાંના પહેલાં પદે ઈષ્ટ ગણતાં – એટલે કે જે કંઈ સારું હોય તે એક જ હોઈ શકે, અને જે કંઈ અનિષ્ટ હોય તે જ અનેક રીતે અસ્તિત્વ ધરાવે છે. આથી આદર્શનગર રાજ્યમાં અનેક દિશાએથી સડે પેસી શકે અને આ રીતે તેનું અધઃપતન થવાની શક્યતા છે. આપણા મનમાં પ્રશ્ન ઊભો થાય કે આદર્શ પરિસ્થિતિમાંથી અધઃપતન થાય જ કેવી રીતે અને એમાં સડે ક્યાંથી પેસે? પ્લેટ આ સવાલને બરોબર ઉત્તર આપતો નથી, અને જાણે કઈ મહાન ગેબી સત્યનું નિરૂપણ કરતો હોય તેમ આંકડાઓની મદદથી એ એમ સાબીત કરવા પ્રયત્ન કરે છે કે શાસનકર્તાઓને પ્રજોપત્તિ ક્યારે થવા દેવી તેનાં સંપૂર્ણ ગણિતનું જ્ઞાન નહિ હોય તેથી જ્યારે બાળકે થવા દેવાં ન જોઈએ ત્યારે તેઓને જન્મ થશે, અને આ રીતે પતનની શરૂઆત થશે. ૯૮
૯૮. જુઓ પર ૮-૫૪૬.