________________
પટેએ એક જગ્યાએ એમ કહ્યું છે કે તે પોતે સંપૂર્ણ ફિલસૂફ થયા પછી તેઓ રાજ્યકારભાર કરશે)-“આ આશયથી તે લોકેએ તેમને આવા બનાવ્યા, નહિ કે તેઓ પોતે મજા માણે, પણ રાજ્યનું સંગઠન કરી એક કરવામાં તેઓ સાધનભૂત થાય તે અર્થે!પરિ-૭ પર ૦-ગ. પરંતુ આપણું મનમાં પ્રશ્ન થશે જ કે સૌથી ઉચ્ચતમ તત્ત્વ-ઇષ્ટનું તત્ત્વ-The idea of Good-છે-જે માત્ર બાહ્ય જગતને આધાર તથા મૂળ છે એટલું જ નહિ, પરંતુ બાહ્ય જગત વિશેના આપણુ જ્ઞાનનું તેમજ આપણી જ્ઞાનની શક્તિનું પણ જે પ્રભવસ્થાન છે–તેના સાક્ષાત્કાર સુધી લેટેની શિક્ષણ પદ્ધતિ સાધકને લઈ જઈ શકે ખરી? માનવ સ્વભાવનું માત્ર આંતરિક પરિવર્તન જ નહિ, પરંતુ જે સમૂળું રૂપાંતર પ્લેટોને અભિપ્રેત છે, અને જે સ્વ. કિશોરલાલભાઈની “સમૂળી ક્રાન્તિ” કરતાં વધારે ઊંડે જાય છે, તેની સિદ્ધિ માત્ર ગમાર્ગ દ્વારા જ થઈ શકે એમ આપણને લાગ્યા વગર રહેતું નથી. આ બાબત કદાચ પોતાના ગુરુ સોક્રેટિસના જીવનમાં
પ્લેટને પ્રત્યક્ષ થયું હશે. અથવા પોતાના જીવનમાં એની કદાચ ઝાંખી થઈ હશે; તોપણ એની પોતાની શિક્ષણ પદ્ધતિમાં આ બાબત જોઈએ તેટલી સ્કુટ થતી નથી,--જો કે બાળક અથવા વિદ્યાર્થીને અપાતી કેળવણી અને બાળકની પોતાની શક્તિ એ બે વચ્ચે પલેટો અમુક પ્રકારની સમતુલા જાળવી રાખે છે.
ઉપર જણાવ્યું તેવું માનવસ્વભાવ કે ચિત્તનું સમૂળું રૂપાંતર આપણે ત્યાં વ્યક્તિઓએ યોગમાર્ગની મદદથી સાધેલું છે, અને તેઓ પિતાને લાગેવળગે છે એટલે અંશે તમામ દુઃખને પાર કરી ગયા છે, પરંતુ આ રીતે પોતાની જાતને પાર ઉતાર્યા પછી પણ– નિર્વાણમાં જતાં જતાં જેમ અમિતાભ બુધે આખી દુનિયાના પ્રાણીઓ સામે પાછું વળીને અત્યંત કરુણાથી જોયું–કે આ બધાં મુક્ત ન થાય ત્યાં સુધી મારી પોતાની મુક્તિનો કશો અર્થ નથી––લગભગ