________________
પરથી આપણે એવું અનુમાન બાંધી ન દેવું જોઈએ કે તેઓએ અમુક જ કામ કરવાનું છે. જે પુરુષોના સ્વભાવમાં ભેદ હોય છે, તેવો સ્ત્રીઓના સ્વભાવમાં પણ હોઈ શકે, અને આથી જ કોઈ સ્ત્રીઓ શાસનકર્તાઓ અને ફિલસૂફ થાય તે બીજી માત્ર પરચૂરણીઓ વેપાર જ કરે તેમાં નવાઈ ન હોઈ શકે. જે સ્ત્રીઓ આજ કાલ સમાનતા માટે લડત ચલાવે છે તેમને પ્લેટ જેવા ફિલસૂફ તરફથી આ રીતે ટકે મળે છે (જો કે પ્લેટે પુરુષ હતો તેથી એની મદદ તેઓ સ્વીકારે એ સંભવિત લાગતું નથી). પરંતુ પ્લેટના સિદ્ધાન્તનો કયે વખતે કે અર્થ નીકળે તે સ્વાભાવિક રીતે આપણે અગાઉથી કહી શકીએ એમ નથી, કારણ એ એવા પણું અનુમાન પર આવે છે કે સ્ત્રી-પુરુષ અમસ્થાં સમાન છે, પરંતુ સ્ત્રીનું શારીરિક બંધારણ નાજુક છે તેથી એવી એક પણ કલા કે વ્યાપાર કે કામ ધંધે નથી જેમાં
સ્ત્રી કરતાં પુરુષ વધારે સારું કામ ન કરી શકે. આમ હોવા છતાં પુસ્તકમાંથી સ્ત્રી-પુરુષનું શિક્ષણ એક જ હોવું જોઈએ એ સિદ્ધાન્ત
સ્પષ્ટ મળી આવે છે. એક જ સ્વભાવનાં સ્ત્રી-પુરુષો એક જ જાતનાં કામ કરશે, અને સામુદાયિક લગ્ન વખતે શાસનકર્તાઓ એવી કંઈક ગોઠવણ કરશે કે જેથી મંદબુદ્ધિવાળાં સ્ત્રીપુરુષની પ્રતિભાશાળી સ્ત્રી પુરુષો સાથે સેળભેળ થવા ન પામે.
( ૨૨)
શિક્ષણ પદ્ધતિ સ્ત્રી-પુરુષનું એક જ જાતનું શિક્ષણ હોવું જોઈએ તે આપણે જોયું. આ શિક્ષણ એવા પ્રકારનું હોવું જોઈએ કે આદર્શ સમાજ કે નગરરાજ્ય સ્થપાઈ શકાય, અથવા સ્થપાયે હોય તે તે ટકી રહે. શિક્ષણને મુખ્ય હેતુ આદર્શ શાસનક્તઓ કે ફિલસૂફેને ઉત્પન્ન કરવાને હવે જોઈએ. એટલે કે શિક્ષણ આત્મામાં એકતા સ્થાપે