SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૯ ૫૬૧ વખતે પયગંબરે જે કહ્યું તે નીચે પ્રમાણે હતું: “છેલ્લામાં છેલ્લે આવનાર પણ જે તે વિવેક વાપરીને પોતાની પસંદગી કરશે અને પ્રયત્નશીલ જીવન ગાળશે, તો સુખી તથા ઈચ્છવાયેગ્ય જીવન એને ભાગે પણ આવી રહેશે. સૌથી પહેલી પસંદગી કરનારે બેદરકાર થવાનું નથી, અને સૌથી છેલ્લા આવનારે હતાશ થવાનું નથી;” અને એ જ્યારે આમ બેલી રહ્યો, ત્યારે જેને સૌથી પહેલી પસંદગી કરવાની હતી તે આગળ આવ્યો, અને એક ક્ષણમાં ભયંકરમાં ભયંકર જુલમ પસંદ કર્યો. એના ચિત્તમાં મૂખઈ તથા વિષયવાસનાને અંધકાર વ્યાપી રહ્યો હતો તેથી પસંદગી કરતા પહેલાં તેણે તમામ બાબતને પૂરે વિચાર કર્યો નહોતો; અને પહેલી નજરે તેણે એ પણ ન જોયું કે () બીજાં અનિષ્ટની સાથે સાથે પોતાનાં જ બાળકનું ભક્ષણ કરવાનું એના ભાગ્યમાં લખ્યું હતું. પછી જ્યારે એને વિચાર કરવાની ફુરસદ મળી, અને પોતાની ચિઠ્ઠી કે ભાગ્યમાં શું હતું કે તેણે જોયું, ત્યારે પયગંબરના શબ્દોને યાદ ન કરતાં એ પિતાની છાતી કૂટવા માંડ્યો અને પિતાની પસંદગી માટે રોકકળ કરવા માંડયો: કારણ કે પિતાના દુર્ભાગ્ય માટે પિતાને જ ઠપકે ન આપતાં, તે દેવોને, તથા અકસ્માતનો અને પોતા સિવાય બીજા બધાનો દોષ કાઢવા લાગ્યો. હવે એ સ્વર્ગમાંથી આવનારાઓમાંને એક હતું, અને પોતાની અગાઉની જીંદગીમાં સુવ્યવસ્થિત નગરરાજ્યમાં એ રહ્યો હતો. પરંતુ એને સગુણ માત્ર એક ટેવરૂપે (૯) હતા, + તથા એનામાં ફિલસૂફી નહોતી. અને જે બીજાઓ પર આવાં દુર્ભાગ્ય આવી પડ્યાં તેમને વિશે આ ખરું હતું કે તેમાંના મેટ ભાગના સ્વર્ગમાંથી આવ્યા હતા, અને તેથી તેઓ દુઃખની નિશાળે પાઠ ભણ્યા નહોતા; જ્યારે જે યાત્રાળુઓ પૃથ્વી પરથી આવતા હતા તેમણે પોતે સહન કર્યું હતું, તથા બીજાઓને સહન કરતાં જોયું હતું, તેથી તેઓ પસંદગી કરવામાં ઉતાવળ કરતા નહોતા. અને એમના આ અનુભવને લીધે તથા ચિઠ્ઠીમાં સંભાવને અંશ પણ હતો તેથી ઘણું આત્માઓને અનિષ્ટના બદલામાં સદ્ભાગ્ય કે * સરખા લેઝ ૫, ૧૨-૯૫૧. + Cf. Schopenbaur on “Intelligible" and "Empircal" character,
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy