________________
પરિચ્છેદ ૧૦
(હવે જ્યારે આત્માઓને લીલા મેદાનમાં રહ્યાંને સાત દિવસ થયા,* ત્યાર પછી આઠમે દિવસે એમને ફરી પોતાની મુસાફરી શરૂ કરવી પડી, અને ત્યાર પછી ચોથે દિવસે તેણે કહ્યું કે તેઓ એવી જગ્યાએ આવી પહોંચ્યા કે જ્યાંથી આખા આકાશ તથા પૃથ્વીની આસપાસ પથરાયેલ, રંગે મેઘધનુષને મળતી, માત્ર એના કરતાં વધારે તેજસ્વી અને વધારે સ્વચ્છ એવી થંભના જેવી સીધી પ્રકાશની પંક્તિઓ તેઓએ ઉપર રહ્યાં જેઈ (પછી) એક દિવસની મુસાફરી પૂરી કર્યા બાદ તેઓ એ જગ્યા પર (૧) આવી પહોંચ્યા, અને ત્યાં પ્રકાશની મધ્યમાં તેમણે ઉપરથી નીચે લટકાવેલી સ્વર્ગની સાંકળોના છેડા જોયા; કારણ આ પ્રકાશ તે સ્વર્ગને કમરબંધ છે, અને લડાયક વહાણના નીચેના બંધની માફક વિશ્વના વર્તુળને એ બાંધી રાખે છે. આ છેડાઓમાંથી, જેના ઉપર બધાં ચક્રો ફરે છે તેવી (દેવી) નિયતિની ધરી લંબાવેલી છે. આ ધરીને દંડ અને આંકડો ગજવેલનાં બનાવેલાં છે, અને એને સમતોલ રાખનારું જે ચક્ર છે તે થોડું ગજવેલનું અને થોડું બીજી ધાતુઓનું પણ બનેલું છે. હવે આ ચક્ર આપણે જેવું પૃથ્વી પર વાપરીએ છીએ તેવા જ આકારનું (૮) છે; અને એના વર્ણન પરથી એમ લાગે છે કે અંદરથી તદ્દન કરી કાઢયું હોય તેવું એ એક મેટું પોલું ચક્ર છે, અને એકબીજાંની અંદર ગોઠવી શકાય તેવાં વાસણોની જેમ આની અંદર એક બીજુ એનાથી નાનું ગોઠવવામાં આવ્યું છે, અને તેની અંદર બીજું, તેમાં બીજું, અને કુલ આઠ થાય તેવાં બીજાં ચાર; ઉપરની બાજુએ આ ચકોની કિનાર દેખાય છે, અને નીચેની બાજુથી એ (૬) જાણે એક આખું સળંગ ચક્ર હોય એમ જણાય છે. આને છેદીને ધરી બહાર નીકળે છે, જે આઠમાં ચક્રના મધ્યબિંદુમાં બેસાડવામાં આવી છે. સૌથી બહારના પહેલા ચક્રની કેર સૌથી જાડી છે, અને નીચેના પ્રમાણ અનુસાર અંદરનાં સાત ચક્રોની કિનાર પાતળી થતી જાય છે–પહેલી
* સરખાવો ગોર્જિયસ-પર૪