________________
વિચાર કર્યો કે હવેથી એમ ન કરવું.૭૮ આથી ન્યાયનાં ધોરણ ઘડાયાં. પરંતુ અન્યાય કરો અને અન્યાય સહેવો એ જાતના લાભ અને હાનિ વચ્ચેનું ન્યાય એક સમાધાન માત્ર છે. આ રીતે મનુષ્ય પોતાની “નૈસર્ગિક” સ્થિતિમાંથી નીકળીને, અનુભવથી ન્યાય અન્યાયનાં ધોરણે ઘડે છે, તે પણ કદાચ મનમાં તો એ એટલું સમજે છે કે અન્યાયથી પિતાનું હિત અને ન્યાયથી પારકાનું હિત સધાય છે.
આટલી ચર્ચા પછી પુસ્તકના મુખ્ય મુદ્દાઓ આગળ આવે છે. એ મુદ્દાઓ બે છેઃ (૧) ધર્મ-અધર્મનું સ્વરૂપ; (૨) એમનાથી થતા, લાભાલાભ. પરંતુ આપણે ઉપર જણાવ્યું તેમ વ્યક્તિને અનુલક્ષીને આ મુદ્દાઓનું નિરાકરણ લાવતા પહેલાં ધધર્મનું સ્વરૂપ નક્કી કરવા માટે લેટે સામાજિક બંધારણના વિકાસની ચર્ચા કરે છે. આથી આપણે નિરૂપણની જે પદ્ધતિ અહીં સ્વીકારી છે તેનાથી ઉલટી પદ્ધતિ અનુસાર પુસ્તકની દલીલ આગળ વધે છે. વ્યક્તિગત જીવનમાં ધર્માધર્મનું સ્થાન મુકરર કરવાનો પ્રશ્ન પ્લેટોને મન પ્રધાન છે. પરંતુ એણે સ્વીકારેલી પદ્ધતિને લીધે સામાજિક બંધારણ પરત્વેની ચર્ચા એ પહેલી ઉપાડે છે, અને તે ઉપરથી પછી વ્યક્તિનું પૃથક્કરણ કરે છે.
( * ૧૭
વ્યક્તિ અને સમાજ૮૦ વ્યક્તિગત આત્મામાં આપણે ત્રણ અંશે જયાઃ બુદ્ધિ, પ્રાણ - ૭૮. જુઓ ૩૫૮–૩૫૯ વગેર.
૭. સરખા હૈબ્સ અને રૂસેના સિદ્ધાન્ત. અંગ્રેજ હેન્સે આ સિદ્ધાન્તની મદદથી એમ સિદ્ધ કર્યું છે કે રાજા ગમે તેમ કરી શકે, કારણ એ સામાજિક ન્યાયનાં ધોરણથી પર છે અને તેથી ન્યાય અન્યાયનાં ધારણ એને લાગુ પડી શકે નહિ. ફ્રેંચ રૂએ આથી ઉલટું એમ સિદ્ધ કર્યું કે રાજા હરઘડી લોકોને જ વશ છે અને લોકે ગમે ત્યારે પિતાને કરાર (Social contract) રદ કરી રાજાને ઉઠાડી મૂકી શકે,
૮૦. જુઓ ૩૬૮, ૪૩૪, ૪૪૧, ૪૬૨, ૫૪૪, ૫૭૦.