________________
૫૪૭
તો એ શુદ્ધમાં શુદ્ધ દ્રવ્ય હોવું જોઈએ, અને એનામાં ઘણું તત્તનું મિશ્રણ ન હોઈ શકે, ખરું ને ?*
અવશ્ય નહિ જ.
ઉપર આપેલી દલીલથી એનું અમરત્વ સ્પષ્ટ થયું છે, અને બીજી સાબિતીઓ ઘણી છે, પરંતુ શરીર સાથેના સંપર્કથી (૪) અને બીજાં દુઃખથી અત્યારે આપણે જે આત્માને જોઈએ છીએ તે નહિ પરંતુ એ જેવો ખરેખર છે તેવાનું જે દર્શન કરવું હોય, તે એના મૂળભૂત શુદ્ધ સ્વરૂપમાં બુદ્ધિનાં ચક્ષુ વડે તમારે એનું ચિંતન કરવું જોઈએ;૪ અને ત્યારે એના સૌન્દર્યને આવિષ્કાર થશે તથા ધર્મ અને અધર્મ અને બીજી જે વસ્તુઓનું આપણે વર્ણન કર્યું છે તે બધી વધારે સ્પષ્ટતાથી વ્યક્ત થશે. અત્યાર સુધી તો એ અત્યારે જેવો દેખાય છે તે વિશેના સત્યનું જ આપણે નિરૂપણ કર્યું છે; પરંતુ આપણે એ પણ (૩) યાદ રાખવું જોઈએ કે સમુદ્રના દેવ ગ્લાઉસની સાથે સરખાવી શકાય તેવી પરિસ્થિતિમાં માત્ર આપણે એનાં દર્શન કર્યા છે–જે સમુદ્રના દેવની અસલ આકૃતિ ભાગ્યે જ પારખી શકાય એવી ગણાય છે, કારણ કે એનાં મૂળ અંગે તૂટી ગયાં છે, તથા છુંદાઈ ગયાં છે અને સમુદ્રનાં મેજાઓને લીધે તેમને અનેક પ્રકારની ઈજા થઈ છે; તથા શેવાળ, છીપલીઓ તથા પથરાઓનાં તેમના પર એટલાં તો ભાંગડા વળ્યાં છે કે જેથી એ પોતાના સ્વાભાવિક સ્વરૂપમાં હોય તેવો નહિ પરંતુ કોઈ રાક્ષસ જે એ વધારે દેખાય છે. અને દસ હજાર અનિષ્ટોથી કુરૂપ થઈ ગયેલ એ જે આમા આપણે (અહીં) જોઈએ છીએ તેની સ્થિતિ પણ એવી જ છે. પરંતુ ત્યાં નહિ, ગ્લાઉકાન, આપણે ત્યાં નજર નાંખવાની નથી.
ત્યારે ક્યાં ? * મુદ્દો ૮. આત્માનું ખરું સ્વરૂપ તથા એની વ્યુત્યાન દશાનું ચિત્ર, + જુઓ-ડા” નામને પ્લેટને સંવાદ. * જુઓઃ “ફીસ નામને પ્લેટોને સંવાદ.
*
*