________________
૫૪૦
પરિછેદ ૧૦ જે એના બચાવમાં એ હારે, તે પછી, મારા પ્રિય મિત્ર, જે માણસો કશા પર આસક્ત હોય, પણ પોતાની ઈચ્છાઓ પિતાનાં હિતની વિધી છે એમ જાણી જે પિતાને કાબૂમાં રાખતા હોય, તેમની જેમ, પ્રેમીઓ જે પ્રમાણે વર્તે છે તેમ, આપણે પણ એને છોડી દઈશું, જે કે આપણું જાત સાથે ઝઘડ્યા વગર તે નહિ જ. ‘ઉમદા નગરરાજની શિક્ષણ પદ્ધતિએ આપણામાં કવિતા પ્રત્યેને જે પ્રેમ રાખે છે તેમાંથી આપણે પણ પ્રેરણા પામ્યા છીએ, અને તેથી જ (૬૦૮) એના સૌથી શ્રેષ્ઠ અને સત્યમાં સત્ય સ્વરૂપમાં એ દેખા દે એમ આપણે ઇચ્છીએ છીએ; પરન્તુ જ્યાં સુધી એને બચાવ ફૂલે પાંગળે રહે, ત્યાં સુધી આપણું આ દલીલ આપણે મન એક મંત્ર જેવી ગણશે, જેને જ આપણે એના સૂર સાંભળતી વખતે કર્યા કરીશ, કે જેથી ઘણાએ સપડાઈ જાય છે તેમ આપણે એના પ્રત્યેના બાલિશ પ્રેમમાં પટકાઈ ન પડીએ. ગમે તેમ થાય તે પણ આપણને સારી પેઠે ભાન છે કે આપણે વર્ણન કર્યું છે તેવી કવિતા છે, તો તે ગંભીરપણે સત્યને પ્રાપ્ત કરી શકે એમ ગણી નહિ શકાય; અને જે કાઈ એનું શ્રવણ કરે તેણે પિતામાં જે નગરરાજ્ય વસે છે તેની (4) સુરક્ષિતતા ભયમાં ગણીને એનાં પ્રલોભનો સામે સાવધ રહેવું જોઈશે તથા આપણે શબ્દને નિયમ તરીકે સ્વીકારવા પડશે.
તેણે કહ્યું: હા, હું તમારી સાથે સાવ સંમત છું.
મેં કહ્યું: મારા પ્રિય ગ્લાઉન, હા, કારણ કે આમાં સંડોવાયેલ પ્રશ્ન મેટો છે, દેખાય છે એના કરતાં ય માટે, એ કે માણસ સારે થશે કે ખરાબ. અને જે માન ચાંદ કે ધન અથવા સત્તા, અરે!—કે કાવ્યથી થયેલી ઉત્તેજનાને લીધે, માણસ જે ધર્મ અને સગુણને વિસરે પાડે, તો એમાં કોઈને શું કંઈ લાભ છે ખરો ?
તેણે કહ્યું: હા માનું છું કે લીલથી બીજા કોઈને પણ થઈ હોત તેવી પ્રતીતિ મને થઈ છે.