SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૮ પર બન્યું હોય, કે અનુકરણ કરનારાઓ સાથે એમને ભેટ થઈ ગયે હોય અને એમનાથી તેઓ ઠગાયા હોય; તેમની (૫૯) કૃતિઓ જ્યારે એમણે જોઈ ત્યારે સત્યથી તે ત્રણગણી વેગળી હતી તથા તે વસ્તુઓમાં કશી વાસ્તવિકતા નહોતી, પણ એ માત્ર આભાસે હતા એ કારણે સત્યના કશા પણ જ્ઞાન સિવાય એ સર્જાઈ હતી તે બાબત એમના લક્ષમાં ન પણ રહી હોય અથવા કદાચ તેઓ ખરા હેય, અને જે બાબતે વિશે કવિઓ બહુ જ સરસ રીતે વાત કરી શકે છે એમ ઘણુને લાગે છે તેનું કવિઓને ખરેખરું જ્ઞાન હેઈ પણ શકે? તેણે કહ્યું. આ પ્રશ્ન અવશ્ય છણાવો જોઈએ. ત્યારે હવે તમે શું એમ માનો છો કે કઈ માણસને મૂળ વસ્તુ તેમ જ તેની પ્રતિકૃતિ બનાવતાં આવડતી હોય, તો પ્રતિકૃતિઓના સર્જનની શાખાને શું એ ગંભીર થઈને વળગી રહેશે? જાણે પિતામાં કશી ઉચ્ચતર શક્તિ ન હોય, એ રીતે અનુકરણને પોતાના જીવનના નિયામક () સિદ્ધાન્ત તરીકે શું એ સ્વીકારશે ? મારે કહેવું જોઈએ કે નહિ જ. - જો સાચ્ચા કલાકારને પોતે શાનું અનુકરણ કરે છે એનું જ્ઞાન હશે તે એને અનુકરણમાં નહિ પણ જે વસ્તુ ખરેખરું અસ્તિત્વ ધરાવતી હશે તેમાં જ રસ પડેશે; અને પિતાના સ્મારક તરીકે ઘણી બધી સાચ્ચે સાચ્ચી સુન્દર કૃતિઓ મૂકી જવાની એને ઈચ્છા થશે; તથા પારકાની પ્રશંસા કરનાર થવાને બદલે પોતે પ્રશંસાને વિષય થવાનું પસંદ કરશે. તેણે કહ્યુંઃ હા, એ વધારે મોટા ભાન અને લાભનું મૂળ થઈ પડશે. મેં કહ્યું ત્યારે આપણે હોમરને પૂછવું પડશે;* (અને તે પણ) આયુર્વેદ કે કળાઓમાંની બીજી કોઈ–જેને માત્ર આનુષંગિક (૪) * Cf. Carlyle's Reply on "Uses of Dante.”
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy