________________
આ દાખલો લે છે; અને જે કે બંનેની ફિલસૂફીમાં અત્યંત ભેદ છે છતાં પ્લેટ જર્મન ફિલસૂફ નિના સિદ્ધાન્તની નજીક આવી રહે છે. જે મનેભાવ કે મનેવિકારમાંથી માણસે મુક્ત જ થવું જોઈએ, તેવા વિકારને આવિર્ભાવ આપણે બીજા માણસમાં નિહાળીએ તે પણ આપણામાં નબળાઈ પેસે છે, અને આ સત્ય હેટ કલાઓને લાગુ પાડે છે. અહીં પ્લેટ તથા એરિસ્ટોટલ વચ્ચે ભેદ બહુ ઊંડો છે, કારણ એરિસ્ટોટલના સિદ્ધાન્ત અનુસાર કલામાં વ્યક્ત થતા મનોવિકારના આવિર્ભા જેવાથી માણસના ચિત્તની શુદ્ધિ થાય છે. અને તેથી આવા પ્રકારને અનુભવને એરિસ્ટોટલ ઉત્તેજન આપે છે, જ્યારે
પ્લેટ ચિત્તશુદ્ધિને સિદ્ધાન્ત ઠેઠ કલામાં વ્યક્ત થતા ભાવને પણ લાગુ પાડે છે, જેથી કલાનું પણ શુદ્ધિકરણ થવું જોઈએ એમ તે માને છે. આથી પ્લેટે પ્રત્યેક કલાનાં આભૂષણો ઉતરાવે છે અને એ પ્રત્યેના પ્રત્યાઘાતી વલણને લીધે એરિસ્ટોટલે પિતાને સિદ્ધાન્ત ઘડો હશે એમ લાગે છે. કારણ ચિત્તની શુદ્ધિને અર્થે કદાચ આ બંને પદ્ધતિઓ ઉપયોગી છે, અને એ બેમાંની કઈ પદ્ધતિ કયા કાળે કોને કેટલે અંશે ઉપયોગી થાય છે તેને આધાર માણસના ચિત્ત તથા તેનાં વલણ ઉપર રહેલું છે. કારણ શું કલામાં વ્યક્ત થતા મનોવિકારે કે પોતાના ચિત્તમાં ઊગી આવતા અને વિકારે એ બેમાંથી એકેયમાં જે માણસ પિતાનું તાટરશ્ય ખોઈ નાખીને વિકારનાં પૂરમાં પોતાની જાતને ઘસડાવા દે તે તેની ચિત્તશુદ્ધિ અશક્ય બને છે. અહીં આનાથી આગળ જઈ આપણે ઉમેરવું જોઈએ કે ઉપરના બંને સંજોગોમાં જે માણસ તટસ્થ રહી શકે, તે પછી પોતાના ચિત્તની શુદ્ધિને અર્થે એને કલામાં વ્યક્ત થતા મનેવિકારાના અનુભવની જરૂર રહેતી નથી. ખરી હકીકત એ છે કે ચિત્તશુદ્ધિ માટે જેટલો આપણું ફિલસૂફીમાં વિચાર કરવામાં આવ્યો છે, એટલે કાઈ પણ યુપીય ફિલસૂફે કર્યો નથી.
U2. Aristotie's Principle of “Ka tharsis" in Poetics.