________________
પરિચછેદ છે, એ માર્ગ જડતે પણ નથી; તેઓ ખરેખરી રીતે સાચા સથી ભરપૂર થતા નથી, તેમ જ શુદ્ધ અને શાશ્વત સુખને આસ્વાદ તેમને મળતો નથી. ઢોરની જેમ હરહંમેશ પિતાની આંખો વડે નીચે નિહાળતા, તથા પિતાનું માથું પૃથ્વી એટલે કે જમવાના ટેબલ તરફ લટકતું રાખતા (વ) તેઓ જાડા થાય છે, ખાય છે અને જણે છે; તથા આવા આનંદના ઉત્કટ ભાવમાં, લેખંડની ખરીઓ તથા શીંગડાં વડે તેઓ એકબીજાને પાટુ અને માથાં મારે છે; અને પોતાની ન સંતોષી શકાય એવી વિષયવાસનાને લીધે તેઓ એકબીજાને મારી નાંખે છે. કારણ અસાર વસ્તુથી તેઓ પિતાની જાતને ભરાવા દે છે, અને પોતાની જાતના જે અંશને તેઓ ભરે છે, તે પણ એટલું જ સાર વગરનો તથા વ્યસની છે.*
ગ્લાઉોને કહ્યું. ખરેખર, સેક્રેટિસ, સર્વજ્ઞની માફક તમે આ સામાન્ય લેકેના જીવનનું વર્ણન કરે છે !
એમનાં સુખો દુઃખોથી મિશ્રિત હોય છે-–એ સિવાય બીજું શું હોઈ શકે ? કારણ જે સત્ય છે તેનાં એ માત્ર ચિત્રો અને પડછાયા છે,+ અને (૬) વિરોધના રંગે એ રંગાયેલાં હોય છે. જેને લીધે પ્રકાશ તથા છાયા બંનેમાં અતિશયતા દેખાય છે, અને તેથી મૂર્ખાઓના મનમાં તે બાબતની ઘેલી ઈચ્છાઓ એ રેપે છે; અને સ્ટેસીખેરસે કહ્યું છે કે સત્યના અજ્ઞાનમાં ગ્રીક લેક જેમ હેલેનની છાયા માટે ટ્રોયમાં લડતા હતા તેમ તેને વિશે લેકે ઝઘડે છે.
એ જાતનું કંઈક થયા વગર રહે જ નહિ.
અને આત્માના, મને વેગના અથવા પ્રાણના તવ વિશે પણ શું કંઈ આવું જ નહિ બને ? વેગી માણસ બુદ્ધિ કે સમજશક્તિને
* “ગેર્જિયસ” નામના સંવાદમાં પણ આ ચર્ચા છે.
+ જેવાં એમનાં સુખે, તેવી જ એને અંગે મળતી પ્રતિષ્ઠા. ભિન ભિન્ન જાતની પ્રતિષ્ઠા માટે જુઓ ઉપર ૫૮૨ વ–૨.