________________
૪૯૮
પરિચછેદ ૯
વસ્તુઓ તથા મસાલાઓ અને (શરીરને) ટકાવી રાખવા માટેની બીજી બધી વસ્તુઓ જેનાં ઉદાહરણ છે તે, કે પછી જે વર્ગમાં (૪) સાચે અભિપ્રાય, અને જ્ઞાન અને ચિત્ત (શુદ્ધિ) તથા સદગુણના તમામ પ્રકાર આવી જાય છે તે ? પ્રશ્ન આ રીતે મૂકઃ-શુદ્ધ સતને અંશ વધારે શામાં છે–અપરિણામી, અક્ષર, અને સમયની સાથે જેને સંબંધ છે, અને જેનું સ્વરૂપ (nature) એવું જ છે, અને એવા સ્વભાવ (natures) વાળામાં જ જડી આવે છે તેમાં + કે પછી જેને પરિણામ અને ક્ષર વસ્તુઓ સાથે સંબંધ છે અને જે એવામાં જ મળી આવે છે, તથા જે પોતે પરિણમી અને ક્ષર છે–તેમાં?
તેણે જવાબ આપ્યો: અપરિણામી સાથે જેને સંબંધ છે, તેમાં રહેલું સત (being) ક્યાંય શુદ્ધતર છે.
અને અપરિણામીના સ્વરૂપમાં * જેટલે અંશે સત * રહેલું છે એટલે જ અંશે એમાં જ્ઞાન પણ રહેલું છે ?
હા, જ્ઞાન પણ એટલે જ અંશે. અને સત્ય પણ એટલે જ અંશે ? હી.
અને ઉલટી રીતે જોઈએ તે જેમાં સત્ય જેટલું ઓછું તેટલું તેમાં સત પણ એાછું, ખરું ને?
અવશ્ય.
+ પરિ. ૧૦ માં આત્મા અમર્યાં છે તે વિશેની સાબિતીમાં આ જ સિદ્ધાન્ત લાગુ પાડવામાં આવ્યો છે.
* અંગ્રેજીમાં બંને માટે Essence શબ્દ વાપર્યો છે: “And does the essence of the invariable partake of knowledge in the same degrees as to essence ?' 2l5210EL O usia' 242 “Ph u si s” પણ એટલા જ અસ્પષ્ટ છે. અહીં પહેલાં essence ને અર્થ Nature છે અને બીજાને Being છે.