________________
પર
એ ઈચ્છા કરે તે પણ ભાગ્યે જ એ તેને આસ્વાદ લઈ શકે. -
ત્યારે વિવેકના પ્રેમીને બંને પ્રકારનો અનુભવ છે એ કારણે નફાના લેભી કરતાં એ મેટો લાભ ઉઠાવે છે, ખરું ને ?
(૪) હા, બહુ મોટો.
વળી, કીર્તિનાં સુખોનો એને વધારે અનુભવ છે, કે પછી કીર્તિના ભૂખ્યાને વિવેકનાં સુખને ?
તેણે કહ્યું: ના, જેટલે અંશે તેઓ પોતપોતાના આદર્શ સાથે છે, એટલે અંશે એ ત્રણેને ભાવ મળી રહે છે; કારણ કે ધનવાન માણસ તથા શરીર માણસ તથા વિવેકી માણસ એ ત્રણેને પોતપોતાના પ્રશંસકોનું મંડળ હોય છે, અને એ ત્રણેને કીતી તે મળી રહે છે તેથી કીર્તિનાં સુખોનો એ ત્રણેને અનુભવ હોય છે જ; પણ ખરેખરા સતના જ્ઞાનમાંથી જે આનન્દ સાંપડે છે એને અનુભવ તો માત્ર ફિલસૂફને જ થાય છે.
(૩) ત્યારે તો બીજા કોઈના કરતાં એના અનુભવને લીધે એ વધારે સારી રીતે ન્યાય કરવાને શક્તિમાન થશે એમ જ ને ?
બહુ જ સારી રીતે.
અને વિવેક તેમજ અનુભવ જે કાઈનામાં હેય, તો એકલા એનામાં જ છે, નહિ ?
અવશ્ય.
વળી નિર્ણય કરવાના સાધનરૂપે જે શક્તિ રહેલી છે તેને લેભી અથવા મહત્ત્વાકાંક્ષી માણસમાં અભાવ છે, જ્યારે એ માત્ર ફિલસૂફમાં રહેલી છે ?
કઈ શક્તિ ?
આપણે કહેતા હતા તેમ, જેણે છેવટનો નિર્ણય કરવાને છે તે બુદ્ધિ.
* સરખાવો ઉપર સારામાં સારા ન્યાયાધીશ તથા સારામાં સારા વૈદ્ય. પરની ચર્ચા: ૪૦૮-૪૦૯ તથા જુઓ લેઝઃ પુ. ૧૨; ૯૫૦ વ,