________________
પરિચછેદ ૮
અને મધમાખીઓના ડાહ્યા પાલકની જેમ રાજ્યના સારા વૈદ્ય અને કાયદા ઘડનારે એમને દૂર રાખવા જોઈએ અને શક્ય હોય તે એમને કદી અંદર દાખલ કરવા ન જોઈએ. અને ગમે તે રીતે જે તેઓ એક વાર અંદર દાખલ થયા હોય તે, જેમ બને તેમ જલદીથી એમને તથા એમના રહેઠાણની કેટડીઓને (મુખ્ય નગર) અથવા મધપૂડામાંથી) અલગ કરી નાખવી જોઈએ.
તેણે કહ્યું. હા, હરેક ઉપાય.
ત્યારે આપણે શું કરીએ છીએ તે સ્પષ્ટ રીતે જોઈ શકીએ તે ખાતર, પ્રજાસત્તાક રાજ્યને ત્રણ વર્ગમાં (૨) વહેચાયેલું કપીશું અને એ ખરેખર છે પણ એમ જ; કારણુ મૂડીવાદી રાજ્યમાં હોય છે એના કરતાં પ્રજાસત્તાક રાજ્યમાં સ્વતંત્રતાને લીધે સૌથી પહેલાં ભમરા ઉલટા વધારે પેદા થાય છે.
એ ખરું છે. અને પ્રજાસત્તાક રાજ્યમાં અવશ્ય એ વધારે ઉગ્ર બને છે. એમ કેમ ?
કારણ મૂડીવાદી રાજ્યમાં એમને અધિકાર લઈ લેવામાં આવે છે તથા એમને હોદ્દામાંથી હાંકી કાઢવામાં આવે છે, અને તેથી એમને (જરૂરી) શિક્ષણ મળતું નથી કે તેઓનું બળ વધતું નથી; જ્યારે પ્રજાસત્તાક રાજ્યમાં તો રાજ્યની સમસ્ત સત્તામાં લગભગ તેઓ જ ઘૂસેલા હોય છે. અને એમાંના જેઓ વધારે ઉગ્ર હોય છે તેઓ વધારે બેલે છે અને બધું કરે છે, ત્યારે બાકીના ભમરા ભાષણ કરવાના જાહેર સ્થળોની આજુબાજુ ગણગણુટ કર્યા કરે છે અને વિરોધી પક્ષની તરફેણમાં (૩) એક શબ્દ સરખે પણ ઉચ્ચારાવા દેતા નથી; આથી પ્રજાસત્તાક રાજ્યમાં ભમરાઓ જ લગભગ બધો કારભાર કરે છે.
તેણે કહ્યું: સાવ સાચું. એક અંગ્રેજીમાં Cell છે Cells એટલે ઓરડીઓ તેમજ મધપૂડાના ખાનાં.