________________
પરિચ્છેદ ૮
આપણું બંધારણ એવું ધડયું છે કે જે લાભકારક છે તથા જે આવશ્યક છે તેની આપણે ઇચ્છા કરીએ જ અને એ સિવાય આપણા છૂટકા પણ નથી—એ કારણે એને આવશ્યક સુખા કહ્યાં છે તે ખરું જ છે.
૪૪૪
ખરું.
(૫૫૯) તે આપણે એને આવશ્યક કહીએ એમાં કંઈ ખાટું નથી?
ના.
અને યુવાવસ્થાથી માંડીને, માણસ જહેમત ઉઠાવીને જે ઇચ્છાઓમાંથી મુક્ત થઈ શકે તેમ હાય,અને જેની હાજરીથી વળી કશા ફાયદો ન થતા હોય, અને અમુક એવી ઈચ્છાઓની બાબતમાં તે ફાયદાથી ઊઁલટું જ થતું હોય,—તે। આ બધી અનાવશ્યક છે એમ કહીએ તે શું ખરું નથી ?
હા, જરૂર.
આપણને એને સામાન્ય ખયાલ આવે તે માટે અને પ્રકારના આપણે એક એક દાખલા લઈએ તા?
ધણું સારું.
ખાવાની ઇચ્છા એટલે કે મસાલા તથા સાદા ખારાકની ઇચ્છા જેટલે અંશે આરોગ્ય અને ખળને માટે એ જરૂરી છે (વ) તેટલે અંશે આવશ્યક વની શું નહિ ગણાય ?
ગણાય એમ હું માનું.
ખાવાનું સુખ એ રીતે આવશ્યક છે; એ આપણને લાભકર્તા છે તથા જીવન નિભાવવા માટે એ જરૂરી છે?
હા.
પણ જેટલે અંશે તંદુરસ્તીને લાભકારક હોય એટલે અંશે જ માત્ર મસાલા આવશ્યક છે?
જરૂર.
અને વધારે સ્વાદિષ્ટ ખારાકની તથા બીજી માજશાખની જે