________________
પરિચ્છેદ ૯
૩૮
તેવા કાઈ ખીજા માણસમાં તે પેાતાના ડંખ-એટલે કે પેાતાનાં નાણાં ધ્રાંચે છે, અને મૂળ મુદ્દના જાણે કુટુમ્બપરિવાર વધ્યા હોય તેમ મુદ્દલથી કેટલાયે ગણી રકમ તેએ પાછી મેળવે છે અને આ રીતે રાજ્યમાં ભમરા અને ભીખારીની સંખ્યા વધી પડે છે.
(૫૫૬ ) તેણે કહ્યું: હા, એવા તેા કેટલાયે હાય છે, અને તે અવશ્ય ખરું છે.
પછી આગની માફક અનિષ્ટ ભભૂકી ઉઠે છે; અને પેાતાની મિલકતના ઉપયોગ અમુક જ હ૬ સુધી કરી શકે એવા કે બીજો કાઈ કાયદો ઘડીને તેએ એ આગ મુઝાવશે નિહ.
બીજો કેવા કાયદા ?
બીજો જે એનાથી જરા ઉતરતા છે, અને પુરવાસીઓને પેાતાના ચારિત્ર્ય તરક નજર રાખવાની ફરજ પાડી શકે એવા લાભ જેમાં રહેલા છે તેવાઃ—(વ) એવે એક સામાન્ય નિયમ થવે જોઈ એ કે દરેક માણસ પેાતાને જ જોખમે કરારનામા પર્ સ્વેચ્છાએ સહી કરશે, અને તેા પૈસા કમાવાની આવી નિ ંદ્ય પદ્ધતિના જરા આછા અમલ થશે તથા આપણે જે અનિષ્ટની વાત કરતા હતા, તેવાં અનિષ્ટ રાજ્યમાં કેટલેય અંશે ઓછાં થશે.
હા, તે ધણે અંશે ઓછાં થશે.
અત્યારે તે મેં ગણાવ્યા તે આશયાથી પ્રેરાઈને શાસનકર્તાએ પ્રજા સાથે ખરાબ રીતે વર્તશે; અને તે અને તેમના ખાંધિયાઓને ખાસ કરીને શાસન કરનાર વર્ગીના યુવાન માણસોને શારીરિક તથા માનસિક એદીપણાનું અને માજશેાખનું જીવન ગાળવાની (૪) ટેવ પડી હશે: તેઓ કશું જ કરતા નહિ હાય અને સુખ કે દુ:ખની સામે થવાને અશક્ત હશે.
સાવ સાચું.
તેમને માત્ર પૈસા કમાવવાની જ દરકાર હાય છે, અને સદ્ગુણ કેળવવા પ્રત્યે દરિદ્રી માણસ જેટલા જ તે ઉદાસીન હોય છે.