________________
૧૫૫ ૨
૪૩૧.
અને એડેઈમન્ટસ, પરમેશ્વરે ઊડતા ભમરાઓને ડંખ આપે નથી; પરંતુ જો કે આ બે પગવાળા ભમરાઓમાંના ઘણુંખરાને ડંખ નથી, પણ બીજાઓને તો તેણે ભયંકર ડંખ આપ્યા છે. જેઓ પિતાની વૃદ્ધાવસ્થામાં ભીખારી થઈ જાય છે તેઓ ડંખ (૩) વગરના છે; જેમને ગુનહેગાર વર્ગને ગણવામાં આવે છે તેમને બધાને ડંખ હોય છે.
તેણે કહ્યું સૌથી સાચું.
ત્યારે જ્યારે જ્યારે તમને રાજ્યમાં ભીખારીઓ દેખા દે, ત્યારેત્યારે પાડોશમાં કયાંક ચોરટાઓ, ખીસાકાતરુઓ તથા મંદિરના લૂંટારાઓ અને દરેક પ્રકારના મવાલીઓ સંતાયેલા હોવા જોઈએ એ સ્પષ્ટ છે.
સ્પષ્ટ છે.
મેં કહ્યું. વારુ મૂડીવાદી રાજ્યમાં તમને શું ભીખારીઓ નથી મળી આવતા ?
તેણે કહ્યું: હા, શાસનકર્તાઓ સિવાયના લગભગ બીજા દરેક ભીખારી જ હોય છે.
(૬) તથા તેમાં કેટલાયે ગુનેગાર મળી આવે છે. ડંખવાળા બદમાશે, જેમને બળજબરીથી કાબૂમાં રાખવા જેટલી સંભાળ અધિકારી વર્ગ લે છે એમ પણ આપણે શું છાતી ઠોકીને ન કહેવું જોઈએ?
અવશ્ય આપણે કહી શકીએ.
ખરી કેળવણીનો અભાવ, ખરાબ શિક્ષણ અને અનિષ્ટ રાજ્યબંધારણને લીધે આવા લોકે અસ્તિત્વમાં આવે છે એમ આપણે કહેવું જોઈએ ? ખરું ને?
ખરું.
ત્યારે મૂડીના ઘેરણપર રચાયેલા રાજ્યનું સ્વરૂપ અને તેમાં રહેલાં અનિષ્ટો આવાં છે.
બહુ સંભવિત છે,