________________
૧૪૬
૪૧૯
છે અને ત્રણ અંકના ઘન સે વખત લઈએ તેવડી [૨૭૪૧૦૦= ૨૭૦૦+૪૯૦૦+૪૦૦=૮૦ ૦૦ ]. હવે આ અંકમાં ભૂમિતિની અમુક આકૃતિ રહેલી છે, અને સારા તથા માઠા જન્મ ઉપર તેનું આધિપત્ય રહેલું છે. (૬) કારણુ જે નિયમોને અધીન રહીને માનવજન્મ થાય છે, તેનું આપણુ પાલકોમાં અજ્ઞાન હશે, ત્યારે કવખતે તેઓ વર અને વહુઓને ભેગાં થવા દેશે, અને તેનાં બાળકે સારાં કે નસીબદાર નહિ હોય. અને એમના પૂર્વજો પિતાની પાછળ એમાંના જે સૌથી શ્રેટ હશે તેમની જ નિમણૂંક કરતા જશે છતાં પણ તેઓ પોતાના પિતાઓના હોદ્દા માટે નાલાયક હશે. અને જ્યારે તેમના હાથમાં પાલકોની સત્તા આવશે, ત્યારે તેઓ પહેલાં તો માનસિક કેળવણીની કીંમત ઓછી આંકીને, અમારી–સરસ્વતીની — ઉપેક્ષા કરે છે એમ તરત જણાઈ આવશે; અને એ ઉપેક્ષા થોડા જ વખતમાં શારીરિક કેળવણી સુધી જઈ પહોંચશે, અને પરિણામે તમારા રાજ્યમાં યુવાન માણસે ઓછા સંસ્કારી હશે. ત્યાર પછીના જમાનાઓમાં, શાસનકર્તા તરીકે એવા માણસની નીમણૂંક થશે, કે જેમનામાંથી હિસિવડની જાતો જેવી, (૩)-તમારી સોનું, રૂપું, પિત્તળ અને લેઢાની જુદી જુદી માનવજાતોની ધાતુ પારખવાની પાલકની (૫૭) શક્તિને લેપ થયો હશે. અને તેથી હું રૂપ સાથે ભળી જશે, અને પિત્તળ સોના સાથે અને તેથી હંમેશાં દરેક જગ્યાએ જે દ્વેષ અને વિગ્રહનાં કારણભૂત બને છે, તે અવ્યવસ્થા, અસમાનતા અને એક બીજા વચ્ચેના ભેદ અસ્તિત્વમાં આવશે. જ્યારે જ્યારે કુસંપ જામે છે ત્યારે ત્યારે તેનાં મૂળ આમાં રહેલાં છે એમ સરસ્વતી કહે છે, અને આપણા પ્રશ્નને જવાબ તેઓ આ રીતે આપે છે.
હા, અને તેમને જવાબ ખરે છે એમ આપણે માની લઈશું.
૧ અથવા “અપૂર્ણાંકવાળા વ્યાસના વર્ગ બે વાર લઈએ તેટલા વગેરે = ૧૦૦