________________
૫૦
, ખરાબ થતું જ નથી, અને જ્યારે જ્યારે એ ખરાબ થાય છે ત્યારે ત્યારે એનામાં રહેલું અજ્ઞાન જ તે માટે જવાબદાર છે. આ દૃષ્ટિએ લેટે પણ એમ કહે કે આત્મામાં રહેલા વિસ્કૃતિના પડદાને લીધે જ માણસે દુષ્ટ થાય છે.
આત્મામાં મુખ્યત્વે ત્રણ અંશે છેઃ બુદ્ધિ, પ્રાણુ અને કામ.૪૮ જેમ જ્ઞાન એક છે તેમ આત્મામાં પણ એના તમામ અંશે વચ્ચે એકતા હોવી જોઈએ; અને જે આત્મામાં એકતા નથી, જે પોતાની જાત સાથે સુસંગત નથી, તે બાહ્ય વિશ્વના તેમજ પોતાના ક્ષણભંગુર બહત્વમાં વસે છે, અને તેથી તેનામાં જ્ઞાન કે સગુણ હેઈ શકે નહિ. આત્મામાં રહેલો કામને અંશ બહુત્વવાળે છે; ઇરછાઓ અનેક તથા
અનેક જાતની હોઈ શકે છે એટલું જ નહિ પરંતુ એક જ આત્મામાં વિધી ઈચ્છાઓ પણ એકી સાથે રહી શકે છે.૪૯ આત્માના જે અંશને ધર્મ જ્ઞાન મેળવવાનો છે તે બુદ્ધિ અને બીજે બહુવવાળે અંશ તે કામ–આ ઉપરાંત આભામાં પ્રાણનું પણ તત્વ રહેલું છે અને તે કોઈ વાર બુદ્ધિને અનુસરે છે અને કોઈ વાર કામની સાથે ઘસડાય છે. આ ત્રણેને આપણે ખુશીથી આપણી ફિલસૂફીના અને વિશિષ્ટ અર્થમાં સાંખ્યના સરવ, રજસ, અને તમસ સાથે સરખાવી શકીએ. • - જે કે લેટે જેને “Epith u mia” કહે છે તે અને આપણું ફિલસૂફીના તમે ગુણ વચ્ચે ભેદ એ છે કે એક તમોગુણ પ્રાણીને નિષ્ટ રાખે છે; સર બજેન્દ્રનાથ સીલ એને જડ દ્રવ્યના Inertia સાથે સરખાવે છે તે યોગ્ય છે, પરંતુ
( ૪૮, જુઓ પરિ. ૪-૪૩૫ થી ૪૪૨; પરિ. ૬-૫૦૪ ૫, ૮-૫૫૦ મ; પરિ. ૯-૫૭૧, ૫૮૦ ફૂ, ૫૮૧ વગેરે
૪૯. જુઓ ૪૪૦ તથા સરખા ૪૯૩ અને ૪૨૬ તથા ૫૮૮ ૫૦. મૂલ્યની દ્રષ્ટિએ તથા શેડે અંશે ધર્મોની દષ્ટિએઃ ૭-૫૨-૪,