________________
૩૮૮
પરિચ્છેદ ૭ રીતે કરો. કારણ હું માનું છું કે દરેક એટલું જરૂર જોશે કે ખગોળ આત્માને ઊંચે જોવાની ફરજ પાડે છે અને આ દુનિયામાંથી બીજી દુનિયા તરફ દોરી જાય છે.
મેં કહ્યુંઃ મારા સિવાય બીજા બધાને આ સ્પષ્ટ હશે, પણ મને નથી. અને તે પછી તમે શું કહેશે?
હું તે ઉલટો એમ કહું કે જેઓ ખગોળશાસ્ત્રને ફિલસૂફી એટલે ઊંચે ચડાવે છે, તેઓ આપણને ઊંચે નહિ પણ નીચે નજર કરાવતા હોય એમ મને દેખાય છે.
તેણે પૂછયું એટલે ?
મેં જવાબ આપેઃ ઉન્નત વસ્તુઓના આપણું જ્ઞાન વિશે કોઈ ખરેખર અદ્દભુત ખયાલ તમારા મનમાં છે. અને જે કોઈ માણસ પોતાનું માથું પાછળ ઢાળીને (a) ઉપસેલાં ચિતરામણવાળી ફરસબંધીનો અભ્યાસ કરતો હોય, તો હું છાતી ઠોકીને કહું છું, કે તે પિતાની આંખોથી નહિ પણ (સી) ચિત્ત દ્વારા જ જેતે હતો એમ તમે તો ધારશે અને હું મૂઢમતિ હોઉં અને તમે ખરા હો એ વધારે સંભવિત છે. પરંતુ, મારા અભિપ્રાય પ્રમાણે, જે સત અને અદષ્ટનું જ્ઞાન છે તે જ આત્માની દૃષ્ટિ ઊર્ધ્વગામી કરી શકે, અને કોઈ માણસ ઇન્દ્રિયના અમુક વિશિષ્ટ અર્થને આકાશ તરફ મોં ફાડીને જોતાં કે ભોંય તરફ આંખો મટમટાવતો જાણવા મથતો હોય, તો એ કશું પણ જાણી શકે એની હું તો ના જ પાડું; કારણ એ જાતની કોઈ વસ્તુ વિજ્ઞાન વિષય થઈ શકતી નથી; (૪) પછી જ્ઞાન મેળવવાનો અને માર્ગ પાણી સોંસર જતો હોય કે જમીન પર, કે એ તરતો હોય કે માત્ર ચત્તો પડ્યો હોય, તે પણ એના આત્માની દષ્ટિ તે નીચી જ હશે ઊંચી નહિ.
તેણે કહ્યું તમારા ઠપકામાં જે સત્ય રહેલું છે તેને હું સ્વીકાર કરું છું. છતાં આપણે જે જ્ઞાન વિશે વાત કરીએ છીએ તેની વધારે