________________
પર
૩૮૩
હું કબૂલ થાઉં છું.
ત્યારે કેળવણીના આપણા વિષયામાં આ પણ એક વિષય રહેશે. અને બીજું—એને મળતા ખીજા વિજ્ઞાનની સાથે આપણે ક ંઈ લેવાદેવા છે કે નહિં તે પ્રશ્ન આપણે ઉઠાવીશુ ?
એટલે કે ભૂમિતિ નહિ ?
બરાબર એ જ.
(૩) તેણે કહ્યું: એટલું તેા સ્પષ્ટ કે ભૂમિતિના ખંડનો લડાઈમાં ખપ પડે છે, તે આપણને જરૂરી છે જ; કારણ તંભૂ ઊભો કરવામાં કે (વ્યૂહ માટે) કોઈ સ્થાન નક્કી કરવામાં, અથવા લશ્કરની હરાળને સંકેલી લેવામાં કે પહેાળી કરવામાં કે લશ્કરની ખીજી કોઈ પણ હિલચાલમાં, પછી ભલે એ ખરેખરા રણમેદાન પરની હોય કે લશ્કરની કૂચ વખતની હાય, પરંતુ (લશ્કરના) સેનાપતિને ભૂમિતિનું જ્ઞાન છે કે નહિ—તેમાં બહુ મોટા ફેર પડશે.
મેં કહ્યું: હા, પરંતુ આટલા જ પ્રયાજનને સાધવા માટે તે ભૂમિતિ કે ગણતરીનું અત્યંત ઓછું જ્ઞાન પણ પૂરતું થઈ રહેશે; (પરંતુ) ભૂમિતિના વધારે મોટા અને વધારે કિઠન ખંડ વિશે આપણે તેા પ્રશ્ન ઉઠાવ્યા (૬) છે—પષ્ટના તત્ત્વનું દર્શીન વધારે સરલ થઈ પડે એવી એની કેટલેક અંશે અસર છે કે નહિ; અને હું કહેતા હતા તેમ તે સ્થાન તરફ કે જ્યાં સની અખંડ પૂર્ણતા રહેલી છે અને જેનું આત્માએ અચૂક ન કરવું જ જોઈ એ, તેના તરફ પાતાની દૃષ્ટિ ફેરવવાની આત્માને જે બધી વસ્તુ ફરજ પાડે તે તમામ વસ્તુઓની અસર તે સ્થાન પ્રત્યે ઢળે છે.
તેણે કહ્યું ખરું.
ત્યારે જો સતને નિહાળવાની આપણને ભૂમિતિ ફરજ પાડતી હોય તેા તે આપણને જરૂરની છે; જો માત્ર પરિવ`નશીલ સદસ એ દેખાડતી હોય તેા આપણે તેની સાથે કંઈ લેવાદેવા નથી, ખરું ને ? ( પર૭) હા, આપણે એમ પ્રતિપાદન કરીશું.