________________
પરિચ્છેદ ૭
૩૬૪
ફક્ત પકડી શકે, તેા તેને મારી જ નાખે. * તેણે કહ્યું; એમાં કંઈ શક નહિ.
મેં કહ્યુઃ પ્રિય ગ્લાઉકાન, મારી અગાઉની લીલને (વ) આ આખું દૃષ્ટાંત તમે હવે લાગુ પાડી શકશેા; કેદખાનું એ દૃષ્ટિગોચર જગત છે, અગ્નિનો પ્રકાશ તે સૂર્ય છે, અને મારી જેનમ્ર માન્યતાને તમારી ઇચ્છા હતી તેા મેં વ્યક્ત કરી છે--ખરી રીતે કે ખોટી રીતે તે તેા પ્રભુ જાણે—તે માન્યતા અનુસાર ઉચ્ચ પ્રદેશમાંની મુસાફરી તે બુદ્ધિગમ્ય (તત્ત્વાના) જગતમાં આત્માની ઊર્ધ્વગતિ એવા અ તમે કા તા એમાં તમે કશું ખાટું નથી સમજ્યા. ખરા કે ખોટા, પરંતુ મારા અભિપ્રાય એવા છે કે જ્ઞાનના પ્રદેશમાં ઈષ્ટનું તત્ત્વ સૌથી છેલ્લે દેખાય છે, અને એ પણ (૪) પ્રયત્નપૂર્વક જોઈ એ—તા; અને એ જ્યારે દેખાય છે ત્યારે એવું પણ અનુમાન બંધાય છે કે એ (તત્ત્વ) તમામ સુંદર અને સત્ય વસ્તુને સર્વસામાન્ય કર્તા છે; આ દશ્ય જગતમાં એ પ્રકાશનો પિતા અને સ્વામી છે, અને બુદ્ધિગમ્ય જગતનાં બુદ્ધિ અને સત્યનું અવ્યવહિત પ્રભવસ્થાન છેઃ અને શું જાહેર કે ગુ ખાનગી જીવનમાં, જેને બુદ્ધિપૂર્વક આચરણ કરવું છે, તેણે જે શક્તિ પર પેાતાનાં ચક્ષુ સ્થિર રાખવાં જોઈ એ—તે શક્તિ આ છે. તેણે કહ્યું: જેટલે અંશે હું તમને સમજી શકુ હું સંમત થાઉં છું.
છું.તેટલે અંગે
મેં કહ્યું: વળી જેઓએ આ મેાક્ષપ્રદ દર્શન પ્રાપ્ત કર્યું છે, તેઓની જો માનવીએના વ્યવહારમાં નીચે ઉતરવાની મરજી ન હોય, તે! તમારે આશ્ચર્ય પામવું ન જોઈ એ; કારણ જે દુનિયામાં તેમને રહેવાની ઇચ્છા છે તે ઉચ્ચતર દુનિયા તરફ તેમના આત્મા હરહંમેશ ત્વરાથી પ્રવાસ કરતા હોય છે; અને આપણા દૃષ્ટાંત પર જો આપણે વિશ્વાસ મૂકીએ તેા તેમની આ ઈચ્છા બહુ જ સ્વાભાવિક છે.
* સોક્રેટિસને ઝેર પાઈને મૃત્યુની સખ્ત કરેલી એ વાત પ્લેટા કાંચી ભૂલી શકે; જીએ એના Aplogy નામના સંવાદ.