________________
કર૧
સંગીતમાં અથવા છેવટ રાજકારણમાં–વિવિધ (પ્રકારના લેકેના બનેલા આ) સમૂહની રુચિઓ અને વૃત્તિઓની પારખ–એ જ વિવેક છે તે માણસ હું જેનું વર્ણન કરી રહ્યો છું તેનાથી કઈ રીતે જાદ પડે છે? કારણ જ્યારે માણસ અન—એકની સાથે પ્રેમ અને સહવાસ રાખતો હોય, અને પોતાની કવિતા કે કલાની બીજી કૃતિ, કે રાજ્યની એણે જે સેવા કરી હોય તેનું એમની આગળ પ્રદર્શન કરતો હોય, અને તેમને એના ન્યાયાધીશ બનાવવાને પિતા પર કશે લાગો ન હોય છતાં તે એમ કરતે હોય, ત્યારે લોકો જેની પ્રશંસા કરતા હોય તે જ વસ્તુઓ ઉપન્ન કરવાની ડાયોમીડની કહેવાતી (ટી) આવશ્યકતા એને ફરજ પાડશે. અને આમ છતાં પ્રતિષ્ઠા તથા સારાપણું વિશેના તેમના પિતાના ખયાલના સમર્થનમાં તેઓ તદ્દન હાસ્યાસ્પદ કારણે રજુ કરે છેએ સિવાયનાં બીજાં કારણે તમે કદી સાંભળ્યાં છે?
(૬) ના, મને જે સંભળાયા કરે છે તેનાથી ભિન્ન સાંભળીશ એવો સંભવ પણ નથી.
હું જે કહું છું એનું સત્ય તમે સ્વીકારે છે ખરું ને ? ત્યારે સુંદર વસ્તુઓના કરતાં પરમ સૌંદર્યના અસ્તિત્વમાં, અથવા દરેક જાતની અનેક વસ્તુઓના કરતાં દરેક જાતમાં રહેલા પરમ (૪૦૪) તત્ત્વમાં * માનવા દુનિયા કદી લલચાશે કે નહિ એ વધારાના પ્રશ્ન પર વિચાર કરવા તમને હું કહું છું !
અવશ્ય નહિ જ. ત્યારે આખી દુનિયા ફિલસૂફ બની જાય એ શક્ય નથી ! અશક્ય. અને તેથી ફિલસૂફે અવશ્ય દુનિયાની નિંદાને પાત્ર થઈ પડે જ. થઈ પડવા જ જોઈએ.
અને જે લેકે ટોળાની સાથે ભમ્યા કરે છે અને એમને ખુશ કરવાની તક શોધ્યા કરે તેવા છે–તે ?
* સરખાવો ઉપર ૪૨૭ ફુ; નીચે ૫૦૧ , ૨; ૫૯૬ ૨ વગેરે. ૨૧