________________
૪૯૨
૩૧૯
ઉપજાવવા) અશક્ત નીવડે છે ત્યારે આ સમસ્ત સમાજ જે પોતે આવા નવા સેફિસ્ટ તથા કેળવણીકારે હોવાનો દાવો કરે છે એ કાં તો વ્યક્તિ પર કલંક લગાડીને અથવા (એની મિલકત) જપ્ત કરીને કે પછી દેહાંત દંડ આપીને પિતાનું મંદ બળ લાગુ પાડે છે.
સાચ્ચે તેઓ એમ કરે છે, અને તે પણ ખરેખરા ઉત્સાહમાં !
અસમાન પક્ષે વચ્ચેની આવી લડતમાં હરકેાઈ બીજા સેફિસ્ટને કે કાઈ ખાનગી વ્યક્તિને કો અભિપ્રાય આની સામે ટકી શકે એમ આશા રાખી શકાય ?
(૬) તેણે જવાબ આપેઃ કાઈજ નહિ.
મેં કહ્યુંઃ નહિ જ. વળી એવો પ્રયત્ન કરે તે પણ એક મોટી મૂઈ ; સગુણની બાબતમાં લેકમત-આપે-છે-તે-કરતાં-જુદું-શિક્ષણમળ્યું હોય તેવું ભિન્ન પ્રકારનું ચારિત્ર્ય છે નહિ, થયું નથી, તેમ જ કદી થાય એમ પણ સંભવિત લાગતું નથી–મારા મિત્ર, હું માત્ર માનવી સગુણ વિશે બેલું છું; કહેવતમાં છે તે પ્રમાણે, જે કંઈ માનવી સદ્ગુણ કરતાં વિશેષ છે તેને આમાં સમાવેશ થતો નથીઃ કારણ રાજ્યની હાલની અનિષ્ટ દશામાં, આપણે ખરેખાત કહી શકીએ કે જે કશાનું રક્ષણ થાય છે અને જે કંઈ ઈષ્ટ થાય છે તે બધું (માણસની નહિં પણ) ઈશ્વરની શક્તિથી રક્ષાય છે અને આપણે એમ ન માનીએ તો અજ્ઞાની (૪૯૩) કહેવાઈએ.
તેણે જવાબ આપે : હું તદ્દન સંમત છું.
ત્યારે આ પછી આવતા નિરીક્ષણ માટે પણ હું તમારી સંમતિ યાચું છું.
તમે શું કહેવા માગે છે ?
કેમ – કારણ જેમને ઘણુઓ સોફિસ્ટા કહે છે, અને પિતાના દુશ્મનો માને છે, તે તમામ ભાડુતી લેકે, વસ્તુતઃ અનેકના (લેકેના)
1અહીં ગ્રીક પાઠાન્તર વિશેની એક નોંધ છે. એક સરખા ઉપર પરિ. ૨–ઈશ્વરકૃપાના ઉલ્લેખ માટે.