________________
૪૯૧
૩૧૭
Ο
પાષણ, આખાહવા કે જમીન ન મળે તેા જેટલે અંશે તેમની શક્તિ વધારે તેટલે અંશે ચાગ્ય પરિસ્થિતિના અભાવનું સંવેદન તેને ધણું જ વધારે થાય છે; કારણ જે ક ંઈ ઈષ્ટ નથી (જે ક ંઈ અનિષ્ટ છે) તેના કરતાં, જે કાંઈ ઈષ્ટ છે તેને વધારે મોટા શત્રુ અનિષ્ટ છે.
સાવ સાચું.
વધારે હલકટ સ્વભાવવાળા માણુસા કરતાં સારામાં સારા સ્વભાવવાળા માણસાને વિરોધી સજોગામાં વધારે હાનિ થાય છે, એમ માનવું સકારણ છે, કારણ એ બે વચ્ચેતા તફાવત વધારે મોટા છે.
જરૂર.
(૬) અને અડે મૅન્ટસ શુ આપણે એમ ન કહી શકીએ, કે જેમનું સૌથી વધારે શક્તિસ`પન્ન ચિત્ત હોય છે તેઓને જ્યારે ખરાબ શિક્ષણ મળે છે ત્યારે તે દુષ્ટોમાં અગ્રગણ્ય થાય છે ? મહાન ગુદ્દાઓ તથા નિર્ભેળ દુષ્ટતાની મનેાવૃત્તિ કાઈ પ્રકારની ક્ષુદ્રતામાંથી ઉત્પન્ન થાય, તેના કરતાં (૩) શિક્ષણથી પાયમાલ થયેલા સ્વભાવના પૂર્ણત્વમાંથી તે શુ નથી ઉગી નીકળતાં; કારણ નિળ સ્વભાવનાં માણસા ઘણું મોટું ઇષ્ટ કે ધણું મોટું અનિષ્ટ સાધવાને ભાગ્યે જ શક્તિમાન હોય છે ?
એ તમે ખરું કહ્યું એમ હું માનું છું.
(૪૯૨) અને આપણા ફિલસૂફ઼ એ જ ઉદાહરણને અનુસરે છે—— જો એને યાગ્ય પાષણ આપવામાં આવે, તેા તમામ સદ્ગુણે તેનામાં ઊગે અને પરિપકવ થાય એવા એ છેડ છે, પરંતુ જો તેને પ્રતિકૂલ જમીનમાં વાવવામાં કે રાપવામાં આવે અને જો કાઈ દૈવી શક્તિ એનું રક્ષણ ન કરે તે એ સૌથી વધારે ઉપદ્રવ કરનાર છેડ બને છે. ઘણી વાર લેાકા કહે છે તેમ શું તમે ખરેખર માને છે કે આપણા યુવાનોમાં સેક્સ્ટિ લેાકાએ સડેા પેસાડયો છે, અથવા આપણે ખૂલ્લે ખૂલ્લું કહેવું પડે તેટલે અંશે શું કલાના ખાનગી (વ) શિક્ષકાએ તેમને બગાડયા છે ? જે લેાકેા આમ કહે છે તેઓ પોતે શું મોટામાં મોટા