________________
છે, અને કોઈ વાર જે તેઓ તેમાં) ફલીભૂત ન થાય અને એમને છાંડી બીજાઓને એ કામ માટે પસંદ કરવામાં આવે, તે તેમને કાં તો તેઓ મારી નાંખે છે અને નહિ તો દરિયામાં ફેંકી દે છે, તથા સૌથી પલાં ઉદાર કપ્તાનની શુદ્ધિને દારૂથી અથવા કઈ કેફી પદાર્થથી જડ કરી દીધા પછી બળવો કરી તેઓ વહાણને કબજે લે છે અને ભંડાર લૂંટે છે; તેમના તરફથી આપણે જે રીતની અપેક્ષા રાખી શકીએ તે રીતે તેઓ ખાતાપીતા તેમની મુસાફરીમાં આગળ વધે છે. (૩) જ રદસ્તીથી કે ફેસલામણીથી કપ્તાનના હાથમાંથી વહાણને કબજે તેમના હાથમાં આવે એ પ્રકારના તેમના કાવતરામાં જે માણસ સામેલ હા, અને જેણે તેમાં હોંશિયારીથી મદદ કરી હોય, તેવાને તેઓ ખલાલી કે સુકાની કે બાહોશ દરિયાખેડનાર તરીકે નવાજે છે, અને જે
: : જાતના માણસને તેઓ નકામો ગણે છે તેને તેઓ ગાળો ભાંડે છે- એટલે કે જે ખરે ખલાસી અને સુકાની છે તેને); પણ જે કોઈ વહ | પરના અધિકાર માટે ખરેખર ચોગ્ય બનવા ઈચ્છતા હોય, તો ખા સુકાનીએ પવનની દિશા, તારા, આકાશને રંગ, ઋતુ અને વર્ષ તથા બીજું જે કંઈ એના શાસ્ત્રમાં આવી જતું હોય તે દરેક પર તે ધ્યાન આપવું જોઈએ, અને બીજાઓને ગમે કે ન ગમે પણ તેણે જ સુકાની થવું (૩) જોઈએ—અધિકાર તથા સુકાનીની કલાનું જ્ઞાન એ બેનો આ યુગ શક્ય છે એ વિશે આ લેકેએ કદી ગંભીરતાપૂર્વક વિચાર કર્યો નથી, અથવા (આવી શક્યતાને) એમના ધંધાનું એક અંગ બનાવી દેવામાં આવ્યું નથી. (૮૯) હવે જે કાફલામાં બળવો ફાટી નીકળ્યો હોય, તેવા કાફલામાં તથા જે ખલાસીઓએ બળવો કર્યો હોય, તેવાઓને ખરે સુકાની કે લાગશે ? શું એને તેઓ ખાલી બડબડ કરનાર, તાડિયાં જેનાર અને નાલાયક નહિ કહે ?
અડેઈમેન્ટસે કહ્યું: જરૂર.
મેં કહ્યું ત્યારે રાજ્ય સાથેના ખરા ફિલસૂફના સંબંધનું વર્ણન કરતી આ ઉપમાની તમને સમજૂતી આપવાની ભાગ્યે જ જરૂર પડશે,