________________
૪૦
અને જો એ ભેદ ન હોય તો બધાં તો એકબીજાને અનુભવ કરતાં હોવાં જોઈએ—પરંતુ આ પ્રશ્નો લેટોને મન ઊભા થયા નહોતા. પ્લેટના નિરૂપણ અનુસાર પૂર્વજન્મની સ્મૃતિને લીધે ૩૨ આત્માને બુદ્ધિ દ્વારા ઈન્દ્રિયાનુભવથી ઉધિત થઈને તત્ત્વોનું જ્ઞાન થાય છે. એક રીતે વસ્તુઓ અપૂર્ણ હોવા છતાં પૂર્ણ, શાશ્વત અને પરિણામી તત્ત્વો તરફ આંગળી ચીંધે છે, અને આત્માને ઉચ્ચતર ભૂમિકા પર લઈ જાય છે. બીજી દષ્ટિએ તત્ત્વોથી ભરેલી, આદર્શ ભૂમિકાથી કયાંઈ દૂર, અસતના અંધકારમાં તરફડિયાં મારતાં, આદર્શ તત્ત્વોનું મેળું અનુકરણ કરતા પાર્થિવ પદાર્થો એક પ્રકારનું અધઃપતન સૂચવે છે. લેટોનું માનસ આ બે દષ્ટિઓ વચ્ચે ઝોલાં ખાય છે— આપણી ક્ષણભંગુર દુનિયા જેટલે અંશે અનિષ્ટોથી ભરેલી છે તેટલે અંશે પતિત છે, જેટલે અંશે એ આદર્શ સૂચવે છે તેટલે અંશે એ જ દુનિયા આદર્શના અંગરૂપ બની રહે છે, પહેલું દષ્ટિબિંદુ ખ્રિસ્તી ધર્મનું છે, બીજુ પગન” છે; આ દષ્ટિએ જે ખ્રિસ્તી ધર્મ પાછળથી ઉગવાને હતો તેના અંશે લેટમાં મળી આવે છે.
અપરિણમી શાશ્વત તો તથા ક્ષણભંગુર પાર્થિવ પદાર્થો કે તેના ગુણે વચ્ચેનો સંબંધ પણ પ્લેટ બે જાતનો કપે છે. એક દૃષ્ટિએ જોતાં પદાર્થોથી ભિન્ન, એનું તત્ત્વ અસ્તિત્વ ધરાવતું નથી પરંતુ પદાર્થોમાં જ એના સામાન્ય તત્ત્વરૂપે એ રહેલું છે, જેને અંગે એ પદાર્થો અમુક જાતના છે એમ કહેવાય છે, એટલે કે વિશિષ્ટ વસ્તુઓનાં આકસ્મિક પરિણામમાં પણ જે એક તત્ત્વ અનુયૂત રહેલું છે કે જેને લીધે અનેક ફેરફાર થવા છતાં વસ્તુ પિોતે અમુક એક અથવા એક જાતની જ ગણાય છે–તે તત્વ. આ અર્થમાં પાર્થિવ
૩૧, Doctrine of “An a m n e si s” specially in the “Meno”. - ૩૨. The “M eth exis”—view: Parm, 130-131. જુઓ “રિપબ્લિક” ૪૦૨; ૪૭૬, ૪૯૪; ૫૦૭ -; વગેર,