________________
૪૭૧
૨૮૩
(૩) પિતાની હરળ કદી નહિ છોડે, કારણ તેઓ બધા એક બીજાને ઓળખતા હશે અને દરેક બીજાને પિતા, ભાઈ પુત્ર કહી બોલાવત હશે; અને સ્ત્રીઓ પણ એમનાં લશ્કરમાં જોડાય છે એમ તમે માને, —પછી ભલે એ ને એ હરોળમાં કે પાછળની,–દુશ્મનને ભયપ્રદ થઈ પડે તે ખાતર કે પછી જરૂરને પ્રસંગે સહાયકે તરીકે,–તો મને ખાત્રી છે કે તેઓ સર્જાશે અજેય બનશે; અને બીજા ઘણા કૌટુમ્બિક ફાયદાઓ પણ છે જેનો ઉલ્લેખ કરી શકાય અને જેનો હું પણ પૂરેપૂરે સ્વીકાર કરું. (૪) પરંતુ એક માત્ર તમારું રાજ્ય અસ્તિત્વમાં આવે તો—આ બધા તથા તમને મરજીમાં આવે તેટલા બીજા ઘણું બધા લાભ થાય એ હું કબૂલ કરું છું, આથી એ વિશે આપણે કંઈ વધારે બોલવાની જરૂર નથી, ત્યારે રાજ્યના અસ્તિત્વને સ્વીકાર કરી લઈને આપણે એની શક્યતા, માર્ગો અને ઉપયોગના પ્રશ્ન પ્રત્યે હવે વળીશું–બાકીનાને છોડી દઈએ તે પણ ચાલશે.
(૪૭૨) મેં કહ્યું : હું (દલીલ કરતાં કરતાં) એક ક્ષણ વાર આમ તેમ ભટકું તો તરત જ તમે મારા પર ધસી આવે છે, અને દયા રાખતા નથી; હું ભાગ્યે જ પહેલાં અને બીજાં મેજમાંથી બચવા પા છું અને સૌથી મોટું અને ભારેમાં ભારે મેજું તમે હવે મારા પર ઉતારે છો એનું તમને ભાન હોય એમ લાગતું નથી. જ્યારે તમે આ ત્રીજું મોજું જશે અને સાંભળશો ત્યારે હું માનું છું કે તમે વધારે સમજુ થશે અને કબૂલ કરશો કે જે દરખાસ્ત મારે અત્યારે મૂકવાની છે અને જેનું મારે નિરૂપણ કરવાનું છે તે એટલી તો અસાધારણ છે કે તે વિશે મને થેડી બીક તથા સંદેહ રહે જ.
તેણે કહ્યુંઃ તમે આ રીતની જેમ જેમ વધારે આજીજી કરે છે, તેમ તેમ એવું રાજ્ય કઈ રીતે શક્ય થઈ શકે એ (૩) તમે અમને અવશ્ય) કહે એ બાબત અમે વધારે ને વધારે મકકમ થતા જઈએ છીએ. માટે બેલી નાંખો અને તે પણ જલદીથી.