________________
२७५
કરશે, અને માંહે માંહે એક બીજાની સામે હાથ ઉગામતા બંધ થશે.
મેં કહ્યું : બીજું (લડાઈમાં) જે મરી ગયા હોય તે વિશે; વિજેતાઓએ તેમનાં બખ્તર ઉપરાંત શું બીજું કંઈ લેવું જોઈએ ? (૩) શત્રને લૂંટવાના રિવાજને લીધે લડાઈમાં મોખરે ન લડવાનું એક બહાનું મળે છે ખરું ને ? પિતે જાણે કોઈ ફરજ અદા કરતા હોય તેમ ભુકણ લેકે મુએલાંની આસપાસ ચોરીછૂપીથી ભટક્યા કરે છે, અને અગાઉના વખતમાં કેટલાયે લશ્કરો આ લૂંટના મોહને લીધે ભાંગી પડ્યાં છે. | સાવ સાચું.
અને મુડદાંને લૂંટવામાં શું અનુદારતા અને લેભ રહેલાં નથી, તથા જે ળિયું એક વાર લડતું હતું તેને માત્ર પોતાની પાછળ મૂક જઈને, જ્યારે ખરેખર દુશ્મન તો ઊડી ગયો હોય ત્યારપછી એના મૃત દેહને પોતાને શત્રુ ગણો એમાં શુદ્ધતાનો અને બાયલાપણને શું અંશ નથી –કોઈ કૂતરું પિતા પર (૬) હુમલો કરનારની સામે ન થઈ શકે એટલે જે પથરા એને વાગે તેને બચકાં ભરે એના જેવું શું આ નથી ?
તેણે કહ્યું: બરાબર કૂતરાં જેવું.
ત્યારે મુએલાઓને ચૂંથતાં અને તેમની દફનક્રિયામાં વિદ્ધો નાંખતાં આપણી જાતને આપણે વારવી જોઈએ.
તેણે જવાબ આપેઃ હા, આપણે અવશ્ય વારવી જોઈએ.
તેમજ બીજા હેલેનિક લેકે સાથેની સારી લાગણી આપણે ટકાવી રાખવી હોય તો આપણે દેવનાં મંદિરમાં (શત્રુઓનાં) (૪૭૦) શસ્ત્રો અર્પણ નહિ કરીએ અને તેમાંય હેલેનિક લોકોનાં શસ્ત્રો તો નહિ જ; અને સંબંધીઓને લૂંટીને મેળવેલી વસ્તુઓ અર્પણ કરીએ તો તેમાં પાપ છે સિવાય કે દેવે પોતે એવી આજ્ઞા કરી હાય-આમ માનવાનું ખરેખર આપણી પાસે કારણ છે.
સાવ સાચું.