________________
૨૪૮
પરિચ્છેદ ૫ અને તમારી જેમ એ પણ કદાચ એવો ઉત્તર આપશે કે તેને એકાએક જવાબ આપવો એ સહેલું નથી, પરંતુ થોડે વિચાર કર્યા બાદ એ મુશ્કેલ નથી.
કદાચ, હા.
ત્યારે એમ ધારે કે દલીલમાં આપણે સાથે સાથે આવવાનું આપણે તેને આમંત્રણ આપીએ છીએ, અને (ર) પછી આપણે એને એમ બતાવી આપવાની આશા રાખીશું કે સ્ત્રીઓના બંધારણમાં એવી કશી ખાસિયત નથી કે જેથી, જે તેમને રાજ્યના વહીવટમાં દાખલ કરવામાં આવે, તો તેમના પર તેનાથી કંઈ (અનિચ્છનીય ) અસર થાય.
આપણે એને કહીશું: હવે પધારે; અને અમે આપને એક પ્રશ્ન પૂછીશું–કેઈ વિષયમાં શક્તિશાળી કે અશક્ત એવા સ્વભાવ વિશે તમે વાત કરતા હતા, ત્યારે તમે શું એમ કહેવા માગતા હતા ને કે પહેલે માણસ એ વસ્તુ સહેલાઈથી અને બીજે મુશ્કેલીથી શીખી શકશે; થોડાક જ અભ્યાસથી પહેલે માણસ ઘણું બધું શોધવા પ્રેરાશે; જ્યારે (એથી ઉલટું) બીજે ઘણું અભ્યાસ અને એકાગ્રતા પછી જેવો શીખશે કે તરત જ ભૂલી જશે; અથવા વળી તમે શું એમ કહેવા માગતા હતા કે પહેલાનું શરીર એના ચિત્તનું સારું આજ્ઞાનુવર્તી છે, જ્યારે બીજાને એનું શરીર વિહ્નરૂપ નિવડે છે?—સ્વભાવથી જ જે (૪) માણસ શક્તિસંપન્ન છે, અને જે અશક્ત છે એ બેને ભિન્ન પરખાવી આપે, એ પ્રકારને તફાવત શું આ નથી ?
એની કોઈ ના નહિ પાડે.
અને માણસ જાતનો તમે એ એકેય ધ ધ બતાવી શકશે, કે જેમાં સ્ત્રી કરતાં પુરુષ જાતમાં આ તમામ શક્તિઓ અને ગુણે વધારે પ્રમાણમાં ન હોય? (અ) વણવાની કળા, તથા પુડલા