________________
૪૪૩
૨૩૨
રહેલાં ભિન્ન ભિન્ન તને એકબીજા સાથે ડખલ કરવા કે તેમાનાં કોઈ એકને બીજાનું કામ કરવા દેતા નથી,+–એ પિતાના અંતરતર જીવનને વ્યવસ્થિત કરે છે, અને એ પોતાને સ્વામી છે, તથા પિતાને નિયમ ઘડી લે છે, અને પોતાના અંગ પ્રત્યંગમાં એ શાંતિ અનુભવે છે. અને સ્વરમાલાના તાર, મંદ્ર, અને મધ્યમ સ્વરે સાથે તથા વચ્ચેના ગાળાઓ સાથે જેને સરખાવી શકાય એવાં તેમનામાં રહેલાં ત્રણ તને તેણે એકઠાં બાંધી લીધાં હોય – જ્યારે તેણે આ બધાને એકત્ર નિબદ્ધ કર્યા હોય ત્યાર પછી તે “અનેક' રહેતો નથી પણ જેના સ્વભાવનું (૬) બંધારણ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત થયું છે તેવો સર્વાશે સંયમી અને “એક (અવિભાજ્ય) બને છે. પછી શું માલ મિલક્તની બાબત વિશે કે શરીરના ઉપચાર કરવામાં અથવા રાજકારણના કોઈ પ્રદેશમાં કે ખાનગી વેપારમાં, જે એને કામ કરવાનું જ હોય, તો તે કાર્ય કરે છે, અને તે દરમિયાન આ સંવાદની સ્થિતિ સાથે જે સહકાર કરે તથા એનું જે રક્ષણ કરે તે ધર્મિષ્ઠ અને સારું કાર્ય, અને એના પર જે જ્ઞાન અધિષ્ઠાતા તરીકે રહે છે તે વિવેક એમ તે હરહંમેશ વિચાર કરશે અને કહેશે; (૪૪૪) અને કોઈ પણ વખતે જે આ સ્થિતિને ક્ષતિ પહોંચાડે તેવા કાર્યને અધર્મ, અને એના પર જે “અભિપ્રાય અધિષ્ઠાતા તરીકે રહે છે તેને એ અજ્ઞાન કહેશે. *
સેક્રેટિસ, તમે સાવ સાચું કહ્યું. +જુઓ ઉપર ૪૩૪-૫. x Nature, સરખા ઉપર ૪૨૯,
* જીવનનાં પ્રત્યેક અંગ વચ્ચે સંવાદ સ્થાપે તે ધર્મ. ઘર્મમાં સપ્રમાણતા રહેલી હોય છે. આત્માના કે જીવનનાં ભિન્ન ભિન તો વચ્ચેની સ–પ્રમાણુતાને જે કઈ નાશ કરે તે અ-ધર્મ. આથી સામાજિક કે નૈતિક સગુણો પણ આંતરિક એક્તાના પડધા કે ફલિત થતાં પરિણામો જેવા છે. એટલે કે આધ્યાત્મિક સમતુલા સ્થાપે તે ધર્મ એમ કહી શકાય. સરખા ઉપર ૪૩૨-.