________________
એ અનુમાન સ્પષ્ટ છે.
ત્યારે, ગ્લાઉઝોન, હવે એ વખત આવી લાગે છેઝ કે જયારે આપણે શિકારને સંતાવાની જગ્યાની આજુબાજુ શિકારીઓની જેમ ઘેરે ઘાલવો પડશે અને બારીકાઈથી જેવું પડશે કે રખેને ધર્મ ચોરીછૂપીથી આપણી પાસે થઈને (૪) નાસી જાય અને દૃષ્ટિ બહાર ચાલે જાય; કારણ તે આ પ્રદેશમાં કયાંક છે એ નિઃશંક છે; આથી તપાસ કરે અને એને બારીકાઈથી જેવાને ખૂબ પ્રયત્ન કરે, અને જો તમે એને પહેલાં જુઓ, તો મને ખબર કરજે.
એની ભાળ પહેલાં મને લાગે, તો તે કેટલું સારું! પણ જે કંઈ તમે બતાવો એટલું જ જોવાની જેની શક્તિ છે એ એક અનુચર માત્ર મને ગણજે એથી વધારે શક્તિ મારામાં નથી.
મારી સાથે પ્રાર્થના કરે અને પાછળ પાછળ ચાલે. હું આવીશ, પણ તમારે મને રસ્તો દેખાડવો પડશે.
મેં કહ્યું કે અહીં કશો રસ્તો નથી, અને જંગલ ઘોર અને અટપટું છે; તે પણ આપણે આગળ વધવું જોઈએ.
(૩) ચાલો આપણે આગળ ધસીએ.
મેં કહ્યું? ઓ હો ! મેં અહીં કશુંક જોયું. કંઈ પગલાં દેખાવાની રાઆત લાગે છે અને શિકાર હાથમાંથી છટકી નહિ જાય એમ હું માનું છું.
તેણે કહ્યું : સારા ખબર ! મેં કહ્યું? ખરેખર આપણે મૂર્ખ છીએ. એમ કેમ?
કેમ, મારા ભલા સાહેબ, યુગે પહેલાં, આપણી શોધની શરૂઆતથી આપણા પગ આગળ જ ધર્મ ગબડતો પડયો છે, અને આપણે એને કદી જોયે નહિ; આનાથી વધારે હાસ્યાસ્પદ બીજું કશું ન હોઈ
૪ સરખાવો નીચે : પરિ : ૫-૪૭૮.