________________
પરિછેદ
(૪) તેની જ માણસે સૌથી વધારે કદર કરે છે, ત્યારે એમને ભય લાગશે કે રખેને એ નવાં ગીતોનાં નહિ પણ નવી જાતનાં ગીતનાં વખાણ કરતો હશે; અને આની પ્રશંસા થવી ન જોઈએ. અથવા કવિને અર્થ આ હતું એમ પણ માનવું ન જોઈએ, કારણું સંગીતની કઈ પણ નવીન રીતિ આખા રાજયને માટે ભયપ્રદ છે, અને એની મના કરવી જોઈએ. ડેમન મને એમ કહે છે અને મને એનામાં પૂરી શ્રદ્ધા છે;–એ કહે છે કે જ્યારે સંગીતની પદ્ધતિઓ બદલાય છે ત્યારે એની સાથે રાજ્યના મુખ્ય કાયદાઓમાં હંમેશ પરિવર્તન થાય છે.
એડેઈમેન્ટસે કહ્યું: હા, અને ડેમનના અને તમારા પોતાના મતમાં ભારે મત પણ ઉમેરજે.
(૩) મેં કહ્યું ત્યારે આપણું પાલકેએ એમના દુર્ગને પાયો માનસિક કેળવણી ઉપર રચવો જોઈશે.
તેણે કહ્યું: હા, જે ઉશૃંખલતાની તમે વાત કરે છે તે અતિશય સહેલાઈથી અંદર છાનીમાની ઘુસી જાય છે.
મેં જવાબ આપ્યોઃ હા, વિનેદના રૂપમાં, અને પ્રથમ નજરે એ નિર્દોષ દેખાય છે.
તેણે કહ્યું કેમ હાસ્તો, અને એથી કશું નુકસાન નથી; સિવાય કે એમાંથી એવું પરિણામ આવે કે ધીમે ધીમે ઉછુંખલતાનું તત્ત્વ ઘર કરી બેસે અને રીતભાત અને રિવાજોમાં એ પક્ષ રીતે પેસે; કારણ (એમ થાય તો) ત્યાંથી એ વધારે મોટા જોરથી ઉછળે છે અને માણસમાણસ (૬) વચ્ચેના કરાર પર આક્રમણ કરે છે, અને તદ્દન અવિચારીપણુમાં તે (તત્ત્વ) કરારોમાંથી કાયદા અને બંધારણમાં પેસે છે અને છેવટ, સેક્રેટિસ, એ ખાનગી તેમજ જાહેર તમામ હકેને ઉથલાવી પાડીને જ રાચે છે.
* જુઓ પરિ, ૩-૪૦૦-૨