________________
પરિચછેદ ૪ - એ વધારે ને વધારે આળસુ અને બેપરવા બનશે, નહિ? તદ્દન ખરું. અને પરિણામ એ આવશે કે એ વધારે ખરાબ કુંભાર થશે. હા, એને ઘણો જ અપકર્ષ થશે.
પરંતુ બીજી બાજુ જે તેની પાસે પૈસા બિલકુલ ન હય, અને ઓજાર કે સાધને પોતે લઈ ન શકે, તો તે પોતે એટલું સારું કામ નહિ કરી શકે, તેમજ (સુ) પિતાના પુત્રને અથવા શિષ્યોને એટલું જ સારું શીખવી નહિ શકે.
અવશ્ય નહિ,
ત્યારે ગરીબાઈ કે ધન–એ બેમાંથી એકેની અસરને લીધે કારીગરો તથા તેમના કામને એટલી જ ક્ષતિ પહોંચવાનો સંભવ છે. ખરું ને?
એ દેખીતું છે. ' કહ્યું. ત્યારે અહીં (વળી) નવાં અનિષ્ટોની શોધ થઈ પાલકોએ એની સામે સંભાળ રાખવી પડશે, નહિ તો અદશ્ય રીતે એ નગરમાં પેસી જશે.
ક્યાં અનિષ્ટ ?
(રર) મેં કહ્યું? સંપત્તિ અને ગરીબાઈ એક વિલાસ અને આળસની માતા છે, અને બીજી ક્ષુદ્રતા અને દુર્ગુણની, અને બંને અસંતોષની.
તેણે જવાબ આપે : એ સાવ સાચું છે; પણ સેક્રેટિસ, આપણું નગર રાજ્ય પાસે લડાઈમાં શક્તિ આપે એવાં સાધનો નથી તે ખાસ કરીને ધનવાન અને બલવાન દુશ્મનની સામે એ કેવી રીતે લડાઈમાં ઉતરવા શક્તિમાન થશે એ જાણવાનું હજી મને મન થાય છે.*
* મુદ્દો : ૩, આદર્શ નગર રાજ્ય અને બીજાં સામાન્ય નગરરાજા વચ્ચેનો તફાવત