________________
૧૭૪
પરિછેદ ૩ મેં જવાબ આપેઃ કાઈ નવું નહિ; માત્ર [ કવિઓ કહે છે તેમ અને દુનિયા પાસે મનાવે છે તેમ] આજ પહેલાં જે ઘણી જગ્યાએ કહેવામાં આવી છે એવી એક જુની ફિનિશિયન કથા –જે કે આપણા વખતની નહિ, અને એવો બનાવ કોઈ દિવસ ફરીથી બને કે નહિ અથવા જે એ બને, તોપણ એને શક્ય માની શકાય કે નહિ તેની મને ખબર નથી.
કેટલી આશંકા કરતા તમે આ શબ્દો ઉચ્ચારે છે ?
મેં જવાબ આપેઃ તમે સાંભળશે ત્યારે મારી આ શંકા બદલ તમને નવાઈ નહિ લાગે,
તેણે કહ્યું: બોલે અને બીક ન રાખો.
(૮) વાર, ત્યારે જે ધૃષ્ટતાથી ભરેલી કથા પહેલાં શાસનકર્તાઓને પછી સૈનિકને, છેલે લોકોને ધીમેથી કહેવા માગું છું એને હું કયા શબ્દોમાં મૂકીશ અથવા કઈ રીતે (-કયા મોંએ) હું તમારી સામે જોઈ શકીશતેની મને ખરેખર ખબર નથી પણ હું બોલીશ. એમને એમ કહેવાનું છે કે એમની યુવાવસ્થા તો એક સ્વપ્ન હતું અને આપણી પાસેથી જે કેળવણી અને શિક્ષણ એમણે લીધું એ માત્ર આભાસ હતાં; ખરી રીતે તે એ આખા વખત દરમિયાન, પૃથ્વીના ગર્ભમાં જ્યાં એમનાં હથિયારે અને સામગ્રી અને તેઓ પોતે પેદા થતા હતા, ત્યાં એ ઘડાતા હતા અને વાતા હતા: (કું). તેઓ જ્યારે પકવ થયા ત્યારે એમની માતા પૃથ્વીએ એમને બહાર કાઢલ્યા; અને તેથી એમની માતૃભૂમિ તે એમની ધાવ પણ છે એ કારણે તેઓ એનું શ્રેય-ઈષ્ટ સધાય એવી સલાહ આપવાને અને હુમલાઓ સામે એનું રક્ષણ કરવાને બંધાયેલા છે, તથા તેમણે એના પુરવાસીઓને પૃથ્વીનાં બાળકે અને પિતાનાં ભાંડુઓ ગણવાનાં છે.
૧ સરખાવો પ્લેટના “લૈંઝ” નામના સંવાદની કલમ ૬૬૩-. * કેડમસની પૌરાણિક કથા.