________________
૧૭૦.
પરિચ્છેદ ૩
તેણે જવાબ આપ્યો : તદ્દન ખરું.
ત્યારે આપણે (આ દષ્ટિએ) ચૂંટણી કરવી જોઈએ. પાલકોમાં જેમણે પિતાની આખી જીંદગી દરમિયાન પોતાના દેશનું જે હિત હોય તે કરવા સૌથી વધારે ઈંતેજારી દેખાડી (કુ) હોય તથા તેના હિતની વિરુદ્ધનું જે હોય તે આચરવા સૌથી મોટો તિરસ્કાર દર્શાવ્યો હોય તેવાએની આપણે નેંધ લઈશું.
એ જ માણસે યોગ્ય છે.
અને તેઓ પોતાના નિશ્ચયને વળગી રહે છે કે નહિ,+ તથા જાદુ કે બલાત્કારની અસરથી કઈ દિવસ રાજ્ય પ્રત્યેની પિતાની ફરજનું ભાન ભૂલે છે અથવા એને ફેંકી દે છે કે નહિ એ આપણે જોઈ શકીએ એટલા માટે વર્ષો વર્ષ એમનું નિરીક્ષણ કર્યા કરવું પડશે.
તેણે કહ્યું ફેંકી દે છે એટલે ?
મેં જવાબ આપ્યો : હું તમને સમજાવું. માણસના મનમાંથી નિશ્ચય કાં તો એની ઈચ્છાએ કે પછી એની ઈચ્છા વિરુદ્ધ ખસી જાય છે; એની ઈચ્છા અનુસાર ત્યારે ખસ્યો (૪૧૩) કહેવાય કે જ્યારે એ અસત્યમાંથી મુક્ત થાય અને વધારે સારું શીખે, અને ઇચ્છા વિરુદ્ધ -જ્યારે સત્ય એની પાસેથી છીનવી લેવામાં આવે ત્યારે*
તેણે કહ્યું : નિશ્ચયને ઈચ્છિત લેપ કેવી રીતે થઈ શકે એ હું સમયે, પણ અનિચ્છિત લેપને અર્થ મારે હજી શીખો બાકી છે.
મેં કહ્યું કે, તમે શું નથી જોયું કે માણસ પાસેથી ઈષ્ટ (ય) અનિચ્છાએ છીનવી લેવાય છે, અને અનિચ્છમાંથી એ ઇચ્છાએ મુકત થાય છે ? સત્યને ગુમાવી બેસવું એ શું અનિષ્ટ નથી, અને પિતા
+ ડું વિષયાંતર
* કોઈ પણ માણસ સ્વેચ્છાએ અસત્ય સ્વીકારતો નથી, સ્વેચ્છાથી અજ્ઞાનમાં પડી રહેતો નથી, એટલે કે સ્વેચ્છાએ ખરાબ અથવા અનિષ્ટની ઇચ્છા કરતું નથી, એટલે કે અનિચ્છાએ જ અનીતિ આચર છે આ સિદ્ધાન્ત મૂળ સેક્રેટિસને હતે.