________________
૪૦
૧૬૫
ત્યારે એને ખરેખ હેતુ શું છે?
મેં કહ્યું હું માનું છું કે એ બંનેના શિક્ષકોએ તો મુખ્યત્વે આત્માની સુધારણને જ દૃષ્ટિ સમક્ષ રાખેલી છે.
મેં કહ્યું; કેવળ શારીરિક કેળવણીની ઉપાસનાથી મન પર જે અસર થાય છે, અથવા માનસિક કેળવણીની એકતરફી ઉપાસનાથી જે વિધી અસર થવા પામે છે તે શું કહી તમે જોઈ નથી ?
તેણે કહ્યું ; એમ કઈ રીતે ?
(૪) મેં જવાબ આપે : એક છે તે સ્વભાવમાં કઠોરતા અને ઉગ્રતા લાવે છે, બીજી મૃદુતા અને ઐણભાવ.
તેણે કહ્યું : હા, મને પૂરેપૂરી ખબર છે, કે જે માત્ર કસરતબાજ હેય છે તેમાં વધારે પડતું જંગલીપણું હોય છે, અને જેણે માત્ર માનસિક કેળવણી લીધી હોય તે પિતાને હિતકારક થઈ પડે એથી (પણ) વધારે પ થઈ જાય છે અને પીગળી જાય છે.* ' કહ્યું? છતાં એટલું ચોક્કસ છે કે આ ઉગ્રતા માત્ર પ્રાણમાંથી જ બહાર આવે છે; એને સારી રીતે કેળવણી આપી હોય, તો એમાંથી શોર્ય નીકળી આવે, પણ જે એને અત્યંત તીવ્ર કરવામાં આવે, તે એ કઠોર અને પાશવ થવાનો સંભવ છે.*
હું એમ જ માનું છું.
(૬) બીજી તરફ ફિલસૂફમાં નમ્રતાને ગુણ હશે અને આનું બહુ જ વધારા પડતું સેવન કરવામાં આવે તો એમાંથી બાયલાપણું
* એક તરફ વધારા પડતું જંગલીપણું કેળવાય, અને બીજી બાજુ માણસ સ્વભાવે અતિ પોચું થઈ જાય, એ બેની વચ્ચે જે પદ્ધતિ મધ્યમ માર્ગ કાઢે તે ખરી કેળવણી. એરિસ્ટોટલના સિદ્ધાન્તાનુસાર સદ્ગુણ એટલે મધ્યમ માર્ગ એની અહીં ઝાંખી થાય છે, સરખાવો ઉપર ૩૫૯–૩
* Ferocity-oolclue-Courage-214- Timidity – ulseire softness-અત્યંત પોચો સ્વભાવ : Gentleness-ખરી નમ્રતા,