________________
રહી ગયે, અને ફિલસૂફીમાં સ્થાપિત થયેલું આ એક, કેવલ, નિત્ય, અપરિણામી, દન્દ્રિયથી પર તત્વ તથા બીજી બાજુ આ ઈન્દ્રિયગોચ પરિણામો આ બન્નેના એકબીજાની સાથેના સંબંધ વિશે પ્રશ્ન ઊભે થયે; અને બેમાંથી એક પદને જબરદસ્તીથી દાબી દઈને સંબંધના કુટ પ્રશ્નનું નિરાકરણ કરવા જતાં આગળ ઉપર ઇન્દ્રિયજન્ય જ્ઞાન અને બુદ્ધિજન્ય જ્ઞાન વચ્ચેનો ભેદ સ્વીકારવો પડ્યો અને જે કે હીરેકલેઈટાસ અને પારમેનાઈડીઝ બંને તદ્દન વિરોધી પક્ષનું સમર્થન કરતા તો પણ સાચ્ચા જ્ઞાનના સાધન વિશે તેઓ એકમત હતા.૧૨ એટલે કે ઇન્દ્રિયજ્ઞાનથી માત્ર આભાસ ઉત્પન્ન થાય છે, જ્યારે બુદ્ધિ વડે જ યથાર્થ જ્ઞાન મેળવી શકાય એમ તેઓ માનતા. આ રીતે વિશ્વ અને તેના મૂલભૂત તવ વિશે પ્રશ્ન ગૌણ થઈ ગયો, અને સત્ય જ્ઞાન અને આભાસને પ્રશ્ન આગળ આવ્યું. બુદ્ધિ વડે જ સત્ય અસ્તિત્વનો સાચો ખયાલ આપણને મળી શકે–એ મતનું સમર્થન કરતાં પારમેનાઈડીઝની અમુક ઉક્તિઓ આપણે વાંચીએ તે આપણને એમ લાગ્યા વગર ન રહે કે એ વિચાર-તત્ત્વ અને સત્ય અસ્તિત્વ વચ્ચે અભેદ માને છે.૧૩ અને છતાં એનું વિચારતત્વ એક પ્રકારનું આકાશમાં પ્રસરેલું સાન્ત દ્રવ્ય જ છે, જે કે વળી એવા દ્રવ્ય સિવાયનું ખાલી આકાશ જેવું કશું જ નથી એમ એ કહેતા.૧૪
પારમેનાઈડીઝ માત્ર એક, કેવલ, અપરિણામી તત્ત્વમાં માનતો, અને પરિણામે માત્ર આભાસરૂપ હતાં. આપણી ફિલસૂફીમાં બ્રહ્મ
92. These were the first 'Rationalists' or Idealists. Raticralists pot in the present sense of the term, 13. That Thought is Beiog.
૧૪. આઇન્સ્ટાઈનના ચાર પરિણામવાળા દિફ-કાલની જેમ પારમેનાઈડીઝનું 2x per attore your Woct , "and pure space or No:-being simp!y doos not exist."-Parmenides.