________________
૧૦૨
તેણે કહ્યું : પૂરા વિચાર કર્યાં સિવાય હું તમને જવાબ નહિ આપી શકે.
૨૦૦
મેં કહ્યું : વારુઃ પણ જો કાઈ વસ્તુમાં પરિવતન (૬) થાય છે એમ આપણે માનીએ, તેા એ પરિવર્તન વસ્તુના પેાતાના દ્વારા જ અથવા ખીજી કાઈ વસ્તુ દ્વારા સધાતું હાવું જો એ—ખરું ?
અવશ્ય.
અને વસ્તુ જ્યારે શ્રેષ્ઠ સ્થિતિમાં હાય, ત્યારે તેમાં પરિવર્તન કે ક્ષેાભ થવાના સંભવ સૌથી ઓછા છે; ઉદાહરણ તરીકે મનુષ્યને
બંધ જ્યારે સૌથી વધારે આરાગ્યમય સ્થિતિમાં કે બલવાન હોય, ત્યારે તેના પર મદ્ય અને માંસના ખારાકની ઓછામાં ઓછી અસર થવા સંભવ છે, અને છોડનું સત્ત્વ જ્યારે પૂરેપૂરું અખંડ હાય છે ત્યારે સૂર્યના તાપ કે પવન કે ખીજાં એવાં કારણાથી એને ઓછામાં ઓછું નુકસાન પહોંચે છે.
અલબત્ત.
(૩૮૧) અને શું સૌથી વધારે શૂરવીર અને વિવેકી આત્મા એછામાં ઓછે ક્ષેાભ નહિ પામે, અને બહારની કાઈ અસરથી આછામાં ઓછે વિક્ષિપ્ત નહિ થાય ?
ખરું.
અને હું ધારું છું તેમ આ જ સિદ્ધાન્ત (કેાઈ મૂલ તત્ત્વાના ) સધાતને લીધે અસ્તિત્વમાં આવેલી તમામ વસ્તુઓને લાગુ પડે છે -- રાચરચીલું, ધર, કપડાં : જ્યારે સારી રીતે કરેલાં અને સારી સ્થિતિમાં હાય, ત્યારે કાળ અને સંજોગેાથી એ એછામાં ઓછાં પરિવર્તન પામે છે.
સાવ સાચું.
(૧) ત્યારે કંઈ સારું છે, પછી ભલે કલાએ એને સખ્યું હાય કે કુદરતે કે બંનેએ—તેનું બાહ્ય કારણાને અંગે ઓછામાં ઓછું પરિવર્તન થવાના સંભવ છે.
ખરુ.