________________
અને જ્યારે તમે માનસિક કેળવણુ વિશે બેલતા હે, ત્યારે એમાં સાહિત્યને સમાવેશ કરે છે કે નહિ ?
અને સાહિત્ય ખરું કે બેટું હેઈ શકે? હા.
(૩૭૭) અને નાનાં બાળકોને બન્ને પ્રકારના સાહિત્યનું શિક્ષણ આપવું જોઈએ, અને ખોટા સાહિત્યથી આપણે શરૂઆત કરીશું ખરા?
તેણે કહ્યું: તમારે શું અર્થ છે, તેની મને સમજણ પડતી નથી.
મેં કહ્યું : જેમાં સત્યને બિલકુલ અંશ ન હોય એવી નહિ, પરંતુ જે વાર્તાઓ મુખ્યત્વે જેડી કાઢેલી હોય, એવી વાતો આપણે બાળકને શરૂઆતમાં કહીએ છીએ; અને તેઓ વ્યાયામ પણ ન શીખી શકે એવડી ઉંમરનાં હોય ત્યારથી તેમને આવી વાત કહેવામાં આવે છે.
તદ્દન સાચું.
વ્યાયામ પહેલાં માનસિક કેળવણું આપવી જોઈએ એમ જ્યારે મેં કહ્યું ત્યારે મારે અર્થ એ જ હતો.
તેણે કહ્યું : તદ્દન ખરું.
તમે એ પણ જાણે છે કે કોઈ પણ કાર્યની શરૂઆત (૪) તે કાર્યનું સૌથી મહત્વનું અંગ છે, અને તે પણ વળી જ્યારે એ નાનાં અને કુમળી વયનાં બાળકે વિશેનું હોય ત્યારે; કારણ એ ઉમરમાં જ ચારિત્ર્ય ઘડાય છે અને ઇષ્ટ છાપ સહેલાઈથી ગ્રહણ કરી શકાય છે. .
તદ્દન ખરું.
અને આપણું જ બેદરકારીને લીધે બાળકે જ્યારે મેટાં થાય. ત્યારે એમનામાં જે વિચારે હોવા જોઈએ એમ આપણે આશા રાખીએ—એનાથી, ઘણું મોટે ભાગે તદ્દન વિરોધી વિચારેને એમના મનમાં પેસવા, તથા ફાવે તેવી વાર્તા ગમે તે માણસે જોડી કાઢી હોય તે શું બાળકેને સાંભળવા દઈશું ?
નહિ.જ.