________________
કેમ, કારણ કે જાણવાના અને નહિ જાણવાના ધેરણુ દ્વારા જ મિત્રના કે દુશ્મનના મેંને એ પારખે છે, અને જે પ્રાણી જ્ઞાન અને અજ્ઞાનની કસોટી દ્વારા પોતાને શું ગમશે અને નહિ ગમે એનો નિશ્ચય કરે છે, તે પ્રાણી શું વિદ્યાનું પ્રેમી ન હોવું જોઈએ ?
અચૂક.
અને વિદ્યાને પ્રેમ એટલે વિવેક પ્રત્યેનો પ્રેમ એટલે ફિલસૂફી જ ખરું ને ?
તેણે જવાબ આપ્યો : એ બંને સરખાં જ છે.
અને જે માણસ પોતાના મિત્રો અને ઓળખીતાઓ (૧) પ્રત્યે ઘણુંખરું નમ્ર હોય, એ માણસ સ્વભાવથી જ વિવેક અને જ્ઞાનને પણ પ્રેમી હોવો જોઈ એ એમ શું આપણે ખાત્રીપૂર્વક ન કહી શકીએ ?
આપણે અચૂક એમ કહી શકીએ.
ત્યારે જેને રાજ્યના ખરેખર સારા અને ઉત્તમ પાલક થવું હોય, તેણે પોતામાં ફિલસૂફી અને પ્રાણ, તથા શીધ્રતા અને સામર્થ્યનું સંયોજન સાધવાની જરૂર છે, ખરું ને? .
નિઃશંક.
ત્યારે આપણને જે સ્વભાવના માણસો જોઈતા હતા, તે મળી ગયા, અને હવે આપણે એમને શોધી કાઢ્યા (૯) છે, તો એમને કેવી રીતે ઉછેરવાના છે અને કેવું શિક્ષણ આપવાનું છે? રાજ્યમાં ધર્મ અને અધર્મ કેવી રીતે ઊગી નીકળે છે–એ જે વધારે મેટો પ્રશ્ન આપણો અંતિમ હેતુ છે, તેના ઉપર આ સવાલથી પ્રકાશ પડશે એવી આશા શું આપણે ન રાખી શકીએ ? કારણ આપણું આ અન્વેષણ
* એટલે કે–એકને ઓળખે છે, અને બીજાને નથી ઓળખતો એ ધોરણ દ્વારા અહીં એ ઓળખવું અને જ્ઞાન હોવું એ બે વચ્ચે ગોટાળો કરે છે. સરખા નીચે ૪૦૮-૪૦૯; તથા ૪૭૭-. વળી જેને ન ઓળખતા હોઈએ એ દુશમન હોય જ એમ પણ અનુમાન કરી ન શકાય.