________________
૨૭૫
તેણે જવાબ આપે : એ મુશ્કેલી કઈ પણ ઈલાજે સહેલાઈથી દૂર કરી શકાય એવી તે નથી.
() કહ્યુંઃ વળી તેમણે તે પોતાના મિત્રો પ્રત્યે નમ્ર અને શત્રુઓ પ્રત્યે ભયંકર થવાનું છે; નહિ તો, એમના દુશ્મને એમને નાશ કરે, ત્યાર પહેલાં તેઓ પિતાને નાશ કરશે.
તેણે કહ્યું : ખરું.
મેં કહ્યું ત્યારે કરવું શું? (આ ગુણે) એક બીજાના વિરોધી છે, તે સ્વભાવે નમ્ર હોય અને છતાં મહાપ્રાણ હોય એવાને આપણે કેવી રીતે શોધી કાઢીશું ?
સાચું.
આ બે ગુણોમાંથી એક પણ ગુણમાં જે ઊણો હોય, એ સારે પાલક નહિ થઈ શકે; અને છતાં એ બેને સહચાર અશક્ય લાગે છે. (૩) અને તેથી આપણે અનુમાન કરવું જોઈએ કે સારા પાલક થવું અશકય છે.
તેણે જવાબ આપે : તમે કહો છો એ ખરું હશે એ મને ભય લાગે છે.
અહિંયાં હું ગૂંચાઈ ગયો હોઉં એમ મને લાગ્યું. તેથી જે પહેલાં કહેવાઈ ગયું હતું એ વિશે મેં વિચારા કરવા માંડયો–મેં કહ્યું: મારા મિત્ર! આપણે મૂંઝવણમાં આવી પડ્યા એમાં કશી નવાઈ નથી; કારણ જે પ્રતિકૃતિ આપણે પહેલાં નજર આગળ રાખેલી તે (હાલ) નજર બહાર જતી રહી છે.
તેણે કહ્યુંઃ એટલે ?
હું એમ કહેવા માગું છું કે અમુક એવા માણસો મળી આવે જેમના સ્વભાવ એવા વિરોધી ગુણોથી વિભૂષિત હોય.
અને એવા કયાં મળી આવશે ? મેં જવાબ આપ્યો : ઘણું પશુઓમાં પણ એવા દાખલા (૬)