________________
૩૭૪
એ જ રમતો હોય, એ જેમ દુનિયામાં કદી સાથે રમનાર થઈ શકતો નથી,–તો શું લડાઈની કળા એટલી સહેલાઈથી શીખી શકાય એવી છે, કે જે માણસ ખેડૂત, મોચી કે બીજે કારીગર હેય એ એક લડવૈયે પણ થઈ શકે? જે માણસ એજાર કે હથિયાર કેમ ઝાલવાં એ શીખે નહિ, અને તેના પર કોઈ દિવસ ધ્યાન આપે નહિ, તો એવાં તે કઈ જ ઓજાર કે હથિયાર નથી જે (પોતે) માણસને (૪) હોશિયાર કારીગર અથવા રક્ષણ કરવામાં નિપુણ (યોદ્ધો) બનાવી દે. તે પછી કઈ ઢાલ અથવા લડાઈનું બીજું હથિયાર પકડે કે તરત એક દિવસમાં, ભારે હથિયારથી સજ થયેલા કે લશ્કરના બીજા કોઈ વિભાગ સાથે (ઊભો રહીને) સારી રીતે લડી શકે ખરે ?
તેણે કહ્યું : ના, હથિયાર પોતે પિતાને ઉપયોગ કેવી રીતે કરે એ શિખવે એવાં હથિયારની કિંમત પણ કેવી રીતે આંકી શકાય ? ' કહ્યું? અને આપણું પાલકની *ફર જેમ વધારે (?) ભારે, તેમ તેને (પિતાની ફરજ અદા કરવા માટેનાં ) નૈપુણ્ય કય, લા, એકાગ્રતા માટે વધારે વખતની જરૂર પડશે.
તેણે જવાબ આપ્યો: નિઃશંક. પોતાના ધંધા માટે નૈસર્ગિક યોગ્યતા પણ એનામાં હોવી જોઈશે. અવશ્ય.
ત્યારે આપણુથી બને તે નગર–રક્ષણના કાર્ય માટે જેઓ સ્વભાવથી જ યોગ્ય હોય, તેવાને પસંદ કરવાની આપણી ફરજ રહેશે?
રહેશે.
મેં કહ્યું અને આવી પસંદગી કરવી એ કંઈ સહેલું કામ નથી, પણ આપણે હિંમત રાખીને બનતું બધું કરવું જોઈએ.
(૩૭૫) આપણે કરવું જ જોઈએ.
રક્ષણ કરવાની અને સાવધપણાની દૃષ્ટિએ, એ એક યુવક લગભગ સારા ઉછેરવાળા કૂતરા જેવો શું નહિ હોય ?
* મુદ્દો છે. . Guardians -પાલકો