________________
૨૭૬
એવા ભંડોની દેખરેખ રાખનાર છોકરાઓ પણ? એમને ભૂલી જવા ન જોઈએ અને જે લોકે ખાતા હોય તે બીજી ઘણી જાતનાં પ્રાણીઓ ( આ વિલાસી રાજ્યમાં) પણ હશે જ.
જરૂર.
(૪) અને આ પ્રકારના જીવનને લીધે, પહેલાં કરતાં હવે વૈદ્યોની વધારે જરૂર પડશે ?
બહુ જ વધારે.
અને જેટલો દેશ પહેલાં અસલ વતનીઓના નિભાવ માટે પૂરતો હતો, તે હવે પૂરત નહિ લાગે અને નાને પડશે.
તદ્દન સાચું.
ત્યારે ગૌચર અને ખેડને માટે આપણું પાડેશીની જમીનમાંથી એક ટૂકડાની આપણને જરૂર પડશે, અને જે તેઓએ આપણું માફક જ નૈસર્ગિક જરૂરિયાતોની હદને ઓળંગી જઈને, ધનને અપાર એકઠું કરવા પાછળ પોતાની જાત અપ હશે, તો આપણું જમીનના ટૂકડાની એમને જરૂર પડશે.*
(૬) સોક્રેટિસ, એ અનિવાર્ય થઈ પડશે. અને ત્યારે, ગ્લાઉકોન, આપણે ચડાઈ કરીશું. શું નહિ કરીએ? તેણે જવાબ આપ્યો : તદ્દન અચૂક.
ત્યારે, લડાઈથી નુકસાન થાય છે કે નફે એ વિશે કશે નિર્ણય કર્યા વગર આપણે એટલું તો ખચિત કહી શકીશું કે રાજ્યમાં લગભગ તમામ ખાનગી કે જાહેર અનિષ્ટોનાં જે કારણો છે, એ જ કારણે લડાઈનાં પણ મૂળ છે એમ આપણને માલૂમ પડ્યું છે.
નિ:શંક.
અને આપણા રાજ્યનો વિસ્તાર વળી પાછો વધારવો પડશે; અને આ વખતે તો આખું ને આખું લશ્કર ઉમેરાશે; (૩૭૪) અને આપણું
* મુદ્દો. ૪–: લડાઇની ઉત્પત્તિ, સરખાવો “ ફિડ' ૬૬.